વેટ ચોરીને કારણે ટંકારાનું છેતરપિંડી કૌભાંડ બહાર આવ્યું

- text


ટંકારા મામલતદાર કચેરીના પટ્ટાવાળાના નામે રબારી બંધુઓએ છેતરીપિંડી આચરવા રાતો રાત પેઢી ઉભી કરી

ટંકારા : ટંકારા મામલતદાર કચેરીના પટ્ટાવાળાને નાણાં ઉછીના આપી બદલામાં આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવી બોગસ પેઢી ઉભી કરી રાતો રાત કરોડો રૂપિયાનો સીરામીકનો ધંધો કરી છેતરપિંડી આચરવાના કૌભાંડમાં વેટ વિભાગની તપાસને કારણે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હોવાનું અને રબારી બંધુઓએ મોટાપાયે વેટચોરી કરતા નવતર પ્રકારની છેતરપિંડીનું ભોપાળુ બહાર આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

નવતર પ઼કારની ઠગાઈ કરવાના બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારા મામલતદાર કચેરીમા પટાવાળા તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રામજીભાઈ બારૈયાએ ટંકારા પોલીસમાં ઍવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,પોતાને આથિઁક સંકડામણ ઉભી થતા નાણાની જરૂરીયાત હોવાથી  મિત્રો મારફત તાલુકાના ઘુનડા ગામના ધર્મેન્દ્ર રબારી નો સંપકઁ થયો હતો.તેમની પાસે નાણા ભીડ હોવાથી મદદ માંગી હતી.તેણે મોરબીના ધમેઁશ રબારી સાથે સંપકઁ કરાવી ૧૦,૦૦૦રૂ.ની મદદ કરી હતી. પરંતુ બદલામા બંનેએ વિશ્વાશમા લઈ કાવતરું રચીને ફરિયાદીના પાન કાર્ડ,આધારકાર્ડ ની ઝેરોક્ષ નકલ તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો મેળવી લીધો હતો. બાદમા, ફરિયાદીની જાણ બહાર રૂ.૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર રાજેસની ખોટી સહી કરીને ડોકયુમેન્ટના આધારે ફેકટરી માટે ટંકારા તાલુકાના સજનપર ગામે મકાનનો બોગસ ભાડા કરાર દસ્તાવેજ ઉભા કરીને કાગળ ઉપર બોગસ કાવ્યા સિરામિક નામની પેઢી રચી નાંખી હતી.

- text

બોગસ પેઢીના ટીન નંબર જીએસટી નંબર પણ મેળવી ગત તા. ૦૭-૦૫-૧૮ થી ૧૯-૦૫-૧૮ સુધીના ગાળા દરમિયાન રૂ. ૧,૪૮,૭૪,૭૭૫ ની સિરામિક મટીરીયલ્સની સામગી઼નુ વેચાણ કરી આવકની જીઍસટીની ટેકસચોરી કરી હતી.ટેકસ ભરપાઈ ન થતા રાજય વેરા કમિશ્નર વિભાગ,રાજકોટના જવાબદારો ટંકારા દોડી આવ્યા હતા.અને રાજેશ બારૈયાની શોધખોળ કરી ઉઘરાણી કરાતા આખો મામલો સામે આવ્યો હતો.

પોતાના ડોકયુમેન્ટનો રબારીબંધુઍ ગેર ઉપયોગ કયાઁ ની જાણ થઈ હતી. બાદમા,રાજય વેરા વિભાગની સુચનાથી મામલતદારના પટાવાળાઍ હાલ તો બંને ચિટર જોડી વિરૂધ્ધ ડોકયુમેન્ટસનો ગેર ઉપયોગ કરી પોતાના નામે ટેકસચોરીની છેતરપીંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જોકે,વિધીવત ફરિયાદ નોંધાતા જ બંને કથિત આરોપી આઘા પાછા થાય ઍ પહેલા જ પોલીસના હાથ માં આવી ગયા હતા. બનાવની ગંભીરતા પારખી પોલીસ તટસ્થ તપાસ કરે તો મસમોટુ બોગસ સિરામિક ઉધોગ કાગળ ઉપર ચલાવવાનુ મોટુ સ્કેન્ડલ બહાર આવવાની શકયતા છે.અને સમગ઼ સ્કેન્ડલ મા અનેક માસ્ટર માઈન્ડ પણ બેનકાબ થવાની સંભાવના પંથકમા ચચાઁય છે.

હાલ બોગસ સિરામિક ઉધોગ પંથકમા ટેકસચોરી કરવા બન્યાનુ પ઼કાશમા આવતા લોકો લાંબુ ચાલ્યુ હોત તો ટંકારાના લલાટે પણ કોઈ માલ્યા,મોદી ફેઈમનુ નસીબ ચળકી ઉઠત એવી ખુલેઆમ ચચાઁએ જોર પકડયુ છે.

- text