મોરબીના ટાઉનહોલમાં શનિવારે CA અને CS અંગેનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

નવકાર ઇન્સ્ટિટયૂટ- અમદાવાદ અને નવયુગ કેરિયર એકેડમીનું સયુંકત આયોજન : નિષ્ણાતો આપશે માર્ગદર્શન

મોરબી : મોરબીના ટાઉનહોલ ખાતે નવકાર ઇન્સ્ટિટયૂટ- અમદાવાદ અને નવયુગ કેરિયર એકેડમીના સયુંકત ઉપક્રમે આગામી તા. ૨ જૂનને શનિવારે CA અને CS અંગેના કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

ધો.૧૨ કોમર્સનો પડાવ પાર કર્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીને કઈ દિશામાં વાળીને ઉજ્જવળ બનાવવી તે અંગે ચિંતિત હોય છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓએ CA અને CS જેવો પ્રોફેશનલ અભ્યાસ કરવાનો નિર્ણય અગાઉથી જ લઇ લીધો હોય છે. પરંતુ આ કોર્સ વિશે તેઓ પાસે પૂરતી માહિતી હોતી નથી. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓની મૂંઝવણો દૂર કરવા મોરબીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

નવકાર ઇન્સ્ટિટયૂટ- અમદાવાદ અને નવયુગ કેરિયર એકેડમી આયોજિત CA અને CS અંગેનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આગામી તા.૨ જૂનને શનિવારના રોજ સાંજે ૫ કલાકે ટાઉનહોલ, ગાંધી ચોકની બાજુમાં , મોરબી ખાતે યોજાનાર છે. આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા CA અને CS અંગેનું અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવશે. સેમિનારનો લાભ લેવા છાત્રોને અનુરોધ કરવામાં આવ્યો