મોરબી જિલ્લામાં વાંકાનેરની એક માત્ર વિદ્યાર્થિનીને એવન ગ્રેડ

- text


સામાન્ય પાનની દુકાન ધરાવતા પિતાની પુત્રી શિવાનીએ ચંદારાણા પરિવારનું ગૌરવ વધાર્યું

વાંકાનેર : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં એક માત્ર વાંકાનેર જ્ઞાનગંગા વિદ્યાલયની વિદ્યાર્થીની શિવાની ધર્મેન્દ્રભાઈ ચંદારાણાએ એવન ગ્રેડ મેળવ્યો છે.

વાંકાનેરમાં રહેતી અને સામાન્ય પરિવારની શિવાની ચંદારાણાના પિતા ધર્મેન્દ્રભાઈ પાનની દુકાન ધરાવે છે અને પિતાએ ધોરણ ૧૦ અને માતાએ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં સતત મહેનતને કારણે શિવાનીએ ૯૯.૯૭ પર્સન્ટાઇલ સાથે એ-વેન ગ્રેડ મેળવી વાંકાનેરની જ્ઞાનગંગા વિદ્યાલય અને ચંદારાણા પરિવારનું ગૌરવ વધારી મોરબી જિલ્લામાં ડંકો વગાડ્યો છે.

- text

 

- text