માળિયાના દેવગઢ બારીયા ગામે પવનચક્કીના કોપર વાયરની ચોરી

- text


માળીયા : માળિયાના દેવગઢ બારીયા ગામે આવેલ પવન ચક્કીના રૂ. ૪૦ હજારની કિંમતના કોપર વાયરની ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના દેવગઢ બારીયા ગામે રહેતા કાનભાઈ જીવાભાઈ સવસેટા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના સવાર ૧૧:૩૦ થી બપોરના ૨:૩૦ વાગ્યાં સુધીમાં દેવગઢમાં પવન ચક્કી નો જ્યાં પ્રોજેકટ ચાલુ છે ત્યાંથી કોઈ અજાણ્યા શખસ ૧૫૨૦ મીટર કોપર વાયર કિમત રૂ. ૪૦ હજાર ચોરી ગયા હતા. આ અંગે પોલિસે ગુનો નોંધી તપાસ આદરી છે.

- text

- text