મોરબીમાં લોહાણા બોર્ડિંગના ઉપરના રૂમમાં આગ લાગી

- text


મોરબી : મોરબીમાં લોહાણા બોર્ડિંગ સમાજની વાડીમાં ઉપરના રૂમમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આગના કારણે ગાદલા અને વિદ્યાર્થીઓની નોટબુકો બળીને ખાખ થઈ ગયા હતા.

મોરબીમાં આવેલ લોહાણા બોર્ડિંગ સમાજની વાડીમાં ગતરાત્રીના આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. બિલ્ડિંગના ઉપરના રૂમમાં લાગેલી આ આગના કારણે વિદ્યાર્થીઓની નોટબુકો તેમજ ગાદલા બળી ગયા હતા. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી.

- text

- text