મોરબીના છાત્રાલય રોડ પરથી બાઇકની ચોરી

- text


મોરબી : મોરબીમાં છાત્રાલય રોડ પર ઘરની બહાર પાર્ક કરેલું બાઈક અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર રાધેક્રિષ્ના સ્કૂલ સામે રહેતા અરવિંદભાઈ શિવાભાઈ સરડવાએ તેમના ઘરની બહાર સ્પેલન્ડર પ્લસ બાઈક પાર્ક કરેલું હતું. જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ અંગે અરવિંદભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસ આદરી છે.

- text

 

- text