મોરબીની આદર્શ સોસાયટીમાં તૂટી ગયેલી ભૂગર્ભ ગટરની લાઈનથી જન આરોગ્ય સામે મોટું જોખમ

- text


ગટરની લાઇન તૂટતા રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળ્યું : જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા મારફતે તંત્રને રજૂઆત કરી

મોરબી : મોરબીના સરદારબાગ પાસે આવેલી આદર્શ સોસાયટીની ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ હોવાથી સોસાયટીના રસ્તા પર ગટરના પાણી વહેતા થયા છે. ત્યારે આ અંગે સોસાયટીના એક જાગૃત નાગરિકે ટ્વિટર મારફતે પાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી તાત્કાલિક લાઈન રીપેર કરવાની માંગ ઉઠાવી હતી.

મોરબીના શનાળા રોડ પર સરદારબાગ પાસે આવેલી આદર્શ સોસાયટીના રહીશ પ્રતીક પટેલે પાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે તેઓની સોસાયટીમાં નવો રોડ બનાવવાનું કામ ચાલુ છે. જેનું ખોદકામ કરતી વેળાએ ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ છે. લાઈન તૂટતા ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ પર ભરાઈ જાય છે. આ ભૂગર્ભ ગટરની લાઈન તૂટતા સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે.

- text

ભૂગર્ભ ગટરનું પાણી સોસાયટીના રસ્તાઓ પર ફરી વળે છે. જેના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે સાથે ગંદકી પણ વધી છે. હાલ આ ગંદકીના કારણે સોસાયટીના રહીશોના આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે. જેથી તાત્કાલિક ભૂગર્ભ ગટરની લાઈન રીપેર કરાવવામાં આવે તેવી રહીશોની માંગ છે.

- text