વાંકાનેરના ભીમગુડામાં ખેતરમાં થાંભલા નાખવા મુદ્દે બે પરિવારો બાખડયા

- text


બન્ને પરિવારોની સામ- સામી ફરિયાદને પગલે ૨૨ ઈસમો સામે ગુન્હો દાખલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે ખેતરમાં થાંભલા નાખવા અને કાઢી નાખવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલતા પોલીસે બન્ને પક્ષે ફરિયાદ લઈ ૨૨ ઈસમો સામે ગુન્હો દાખલ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં જમીન ધરાવતા બાજુબેન રતીલાલ વીંઝવાડીયા જાતે-કોળી ઉવ-૫૫ વાળા પોતાની વાડીએ હતા ત્યારે આરોપી (૧) મુળજીભાઈ ટપુભાઈ વિંજવાડીયા (૨) વરસીંગભાઈ ટપુભાઈ (૩) લવજીભાઈ ટપુભાઈ (૪) પ્રવીણભાઈ મુળજીભાઈ (૫) જગાભાઈ મુળજીભાઈ (૬) ચંદાભાઈ મુળજીભાઈ (૭) ગોપાલભાઈ વરસીંગભાઈ (૮) કંચનબેન વા/ઓ મુળજીભાઈ (૯) ગોદીબેન લવજીભાઈ (૧૦) સવીતાબેન વરસીંગભાઈ (૧૧) સનીબેન જગાભાઈ (૧૨) નીતાબેન પરવીનભાઈ રહે- બધા ભીમગુડા ગામની સીમ તા-વાંકાનેર વાળાઓએ પોતાની વાડીના શેઢે થાંભલા ખોડેલા હોય જે ખાડા પુરવાનુ કામ કરતા હતા ત્યારે આ કામના આરોપીઓ નંબર ૧ થી ૮ વાળા હાથમા લાકડી ધોકા જેવા હથીયારો ધારણ કરી એક સંપ કરી ગે.કા મંડળી રચી આવી આરોપી નં-૧ નાએ ફરી.ને કહેલ કે તમોએ અમારી જમીનમા થાંભલા ખોડેલા છે આ થાંભલા અમો પાડી દેવાના છીએ તેમ કહેતા ફરીયાદી તથા સાહેદોએ થાંભલા પાડવાની ના પાડતા આરોપી નં-૧ નાએ ફરીને માથામા ધોકા નો ઘા મારી ઇજા કરતા લોહી નિકળેલ અને સાહેદો વચ્ચે પડતા આરોપી નં-૨ નાએ સાહેદ ભરતને તથા આરોપી નં-૪ નાએ સાહેદ સંગીતાબેનને લાકડીના ધોકા વતી માર મારેલ અને અન્ય આરોપીઓએ અન્ય સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મ્હે. જીલ્લા મેજી.સા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા વાંકાનેર તાલુકા પોલીસે રાયોટ અંગે ગુન્હો નોંધ્યો હતો

- text

જ્યારે સમાપક્ષે કંચનબેન મુળજીભાઈ વીંઝવાડીયા જાતે-કોળી ઉવ-૫૦ રહે- ભીમગુડા ગામની સીમ તા-વાંકાનેર વાળાએ (૧) બાજુબેન ટપુભાઈ વિંઝવાડીયા (૨) ભરતભાઈ રતીલાલ વીંઝવાડીયા (૩) સંગીતાબેન ભરતભાઈ વીંઝવાડીયા (૪) હર્ષદભાઈ રતીલાલ વીંઝવાડીયા (૫) ગણેશ જાદવભાઈ વીંઝવાડીયા (૬) ડાયાભાઈ જાદવભાઈ વીંઝવાડીયા (૭) ઠાકરભાઈ ગણેશભાઈ વીંઝવાડીયા (૮) પીંટુભાઈ શાર્દુલભાઈ વીંઝવાડીઉઆ (૯) જીતુબેન ગણેશભાઈ વીંઝવાડીયા (૧૦) વીનુબેન ડાયાભાઈ વીંઝવાડીયા રહે- બધા ભીમગુડા ગામની સીમ તા-વાંકાનેર વાળાએ ઉપરોક્ત તમામ સામે ફરિયાદ નોંધાવી પોતાની વાડીના શેઢે થાંભલા ખોડેલા હોય જે થાંભલા કાઢી નાખવા માટેનુ ફરીયાદી તથા સાહેદો આરોપીઓએ કહેવા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો સાથે જેમફાવેતેમ બોલી ઝગડો કરી લાકડી તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી એક સંપ કરી ગે.કા મંડળી રચી આવી આરોપી નં-૫ નાએ ફરીયાદીને માથામા તથા શરીરે માર મારી ઇજા કરતા લોહી નિકળેલ અને આરોપી નં-૨ નાએ સાહેદ પરવીનને બંને હાથમા લાકડી વતી માર મારી તેમજ અન્ય સાહેદોને અન્ય બીજા આરોપીએ લાકડી વતી તેમજ ઢીકાપાટુ વતી માર મારી ઇજા કરતા મ્હે. જીલ્લા મેજી.સા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text