મોરબીની આર.ઓ.પટેલ વુમન્સ કોલેજનું બી.કોમ સેમ-૪માં ૯૩.૫૦ ટકા પરિણામ

આર.ઓ.પટેલ કોલેજે બી.કોમ સેમ-૬ બાદ સેમ -૪ મા પણ ઝળહળતું પરિણામ મેળવી દબદબો જાળવી રાખ્યો

મોરબી : મોરબીમાં બી.કોમ.સેમ-૬ બાદ ફરી સેમ -૪ માં આર.ઓ.પટેલ.પટેલ વુમન્સ કોમર્સ કોલેજે ઉજ્જવળ પરિણામ મેળવી દબદબો જાળવી રાખ્યો છે. બી.કોમ.સેમ-૪ નું યુનિવર્સિટીનું ૫૭.૮૭ ટકા પરિણામ છે. ત્યારે ઓ.આર.પટેલ વુમન્સ કોલેજ ૯૩.૫૦ ટકા સાથે સમગ્ર પંથકમાં છવાઈ ગઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ.સેમ -૪નું ૫૭.૮૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની આર.ઓ.પટેલ વુમન્સ કોલેજે ૯૩.૫૦ ટકા જેવું જ્વલંત પરિણામ મેળવ્યું છે. આર.ઓ.પટેલ વુમન્સ કોલેજની ૨૦૦ છાત્રાઓએ બી.કોમ.સેમ -૪ની પરીક્ષા આપી હતી જેમાંથી ૧૮૭ છાત્રાઓ ઉત્તીર્ણ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેર થયેલ બી. કોમ.સેમ-૬ ના રિઝલ્ટમાં કોલેજે ૧૦૦ પરિણામ મેળવી સમગ્ર પંથકમાં પોતાનો દબદબો બનાવ્યો હતો.

બી.કોમ. સેમ-૪ના પરિણામમાં આર.ઓ.પટેલ વુમન્સ કોલેજમાં પ્રથમ સ્થાને નકુમ ભાવના કિશોરભાઈ
૫૫૬/૭૦૦, બીજા સ્થાને નકુમ સંગીતા દેવકરણભાઈ ૫૫૪/૭૦૦, ત્રીજા સ્થાને ઠોરિયા પ્રિયા મહેશભાઈ ૫૫૨/૭૦૦, ચોથા સ્થાને પનારા ગાયત્રી જીતેન્દ્રભાઈ ૫૫૦/૭૦૦, પાંચમા સ્થાને કાવર જાનકી જેરાજભાઈ
૫૪૭/૭૦૦ અને મેહતા શ્રધ્ધા યોગેશભાઈ ૫૪૭/૭૦૦ રહ્યા છે.

વિદ્યાર્થીઓ ની આ સિદ્ધિ બાદલ સંસ્થના પ્રમુખ બેચરભાઈ હોથી , વાલમજીભાઈ અમૃતિયા આર.ઓ.પટેલ વુમન્સ કોલેજના કોમર્સ વિદ્યાશાખાના એચ.ઓ.ડી મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાનાં સ્ટાફગણે તેમજ સહિતના એ વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક ક્ષેત્રે આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.