મોરબીના ત્રિકોણબાગ બહાર જરૂરિયાતમંદોને ધંધા અર્થે કેબીન બનાવી આપવાની માંગ

- text


મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતાની કલેકટરને રજુઆત

મોરબી: મોરબીના ત્રિકોણબાગની બહારની સાઈડમાં નાની કેબીનો જરૂરિયાતમંદ લોકોને બનાવી દેવામાં આવે જેથી તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવી સ્વનિર્ભર થઇ શકે તેવી મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી

- text

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા જિલ્લા કલેકટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો દુકાનો લઈને ધંધો કરી શકે તેમ નથી જેથી ત્રિકોણબાગ (ગાંધીબાગ) ની એક સાઈડમાં આવા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને કેબિન બનાવી આપવામાં આવે તો તેઓ સ્વનિર્ભર થઈ શકે છે ઉપરાંત તેઓ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી સમાજમાં આગળ આવી શકે છે સરકાર રોજગારી માટે અનેક યોજનાઓ ચલાવે છે ત્યારે આ પગલું ભરીને જરૂરિયાતમંદોને રોજગારી આપવામાં આવે તેવી માંગ છે

- text