પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી બીજી મેં એ મોરબીમાં

- text


મોરબી : આગામી તા.૨ મે ના રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મોરબીની મુલાકાતે પધારશે. તેઓ શનાળા બાયપાસ પાસે આવેલા એપોલો હોલ ખાતે યોજાનાર જિલ્લા વિસ્તૃત કારોબારીમાં હાજરી આપશે.

- text

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આગામી ૨ મે ના રોજ મોરબી શહેરની મુલાકાતે પધારવાના છે. ત્યારે તેઓને આવકારવા માટે કોંગ્રેસ અગ્રણીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખ બન્ને ૨ મે ના રોજ શનાળા બાયપાસ પાસે આવેલા એપોલો હોલમાં બપોરે ૪ કલાકે યોજાનાર જિલ્લા વિસ્તૃત કારોબારીમાં હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આ તકે જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસના સદસ્યો, હોદેદારો, કાર્યકરો, તમામ સમિતિ અને સેલના પ્રમુખો તેમજ જિલ્લા અને તાલુકાના તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લાલિતભાઈ કગથરાની યાદીમાં જણાવાયું છે.

- text