મોરબીના વાવડી રોડ પરથી ક્રિકેટનો સટ્ટો ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર મકાનમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક આરોપીને પકડી પાડવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે પોલીસે રેડ કરી અન્ય એક આરોપીનું નામ પણ ખોલી નાખ્યું છે.

જાણવા મળ્યા મુજબ મોરબી એલ.સી.બી.પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે મોરબી વાવડી રોડ ઉપર બાવલીયા પીરની દરગાહ સામે આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા મકાનમાં વીવો આઇ.પી.એલ. ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ નિહાળી ક્રિકેટ મેચ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ઇલ્યાશભાઇ રહિમભાઇ શેરસીયા ઉ.વ.૩ર રડે.મોરબી વાવડી રોડ બાવલીયા પીરની દરગાહ સામે મોરબી વાળાને રોકડા રૂ.૨૩૦૦/ તથા કલર ટીવી કી.રૂ.૫૦૦૦/તથા સેટ-અપ બોક્સ કી.રૂ.૧૦૦૦/તથા ક્રિકેટ મેચના રનના આંકડા લખેલ નોટબુક -૧ તથા બોલપેન -૧ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૩૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૩૦૦/ના મુદામાલ સાથે પકડી પાડેલ હતો.

- text

આ રેડ બાદ પોલીસે અન્ય આરોપી રાજુભાઇ સીંધાભાઇ ભરવાડ, રે.મોરબી મહેન્દ્રપરા વાળો જુગારમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં ખુલતા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા તેનું નામ ખોલી બન્ને આરોપી વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયેલ હતો.

- text