મોરબી સબ જેલમાં કેદીઓ માટે સત્સંગ અને વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજાયો

- text


માનવ ઉત્થાન સેવા સમિતિ આયોજીત કાર્યક્રમમાં પ્રવીણાબાઈજી, સુંગીતાબાઈજી , મનીષાબાઈજી અને જેલના અધિક્ષક ગઢવીભાઈએ કેદીઓને વ્યસનથી દુર રહી સતકર્મો તરફ વળવાનો સંદેશ આપ્યો

મોરબી : માનવ ઉત્થાન સેવા સમિતિ આશ્રમ રાજકોટ દ્વારા મોરબી જેલમાં સત્સંગ અને વ્યસનમુક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સદગુરુદેવ સતપાલજી મહારાજ ના શિષ્ય મહાત્મા પ્રવીણા બાઈજી, મહાત્મા સુંગીતા બાઈજી ,મહાત્મા મનીષા બાઈજી, જેલના અધિક્ષક ગઢવીભાઈ, મોરબી રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા અને નરભેરામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભની શરૂઆતમાં પ્રમુખ કનકસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ મહાત્મા સુંગીતાબાઈજીએ પોતાના પ્રવચનમાં વ્યસન મુક્તિ નો સંદેશો આપ્યો હતો ઉપરાંત તેઓએ કેદીઓને વ્યસનથી મુક્ત થવા માટેના સરળ રસ્તા પણ બતાવ્યા હતા મહાત્મા મનીષા બાઈજીએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું કે માનવજીવન સત્કાર્યો માટે મળ્યુ છે મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી દેવી-દેવતાઓ પણ પરમાત્માને પ્રાર્થના કરતા હોય છે કે તેઓને પણ મનુષ્ય અવતાર મળે જેથી તેઓ પણ સત્કર્મો કરી શકે.

- text

પ્રવીણાબાઈજીએ જણાવેલ કે કોઈપણ વ્યક્તિ મિત્ર કે શત્રુ બની ને સંસારમાં આવતો નથી. વ્યવહાર અને શબ્દ જ લોકોને શત્રુ અને મિત્ર બનાવે છે માણસે કરેલા કર્મ હંમેશા પોતાને જ ભોગવવા પડે છે. કોઈ કર્મ ના ભાગીદાર થતા નથી. મનુષ્યજીવન કેવી રીતે જોઇએ તે અંગે તેઓએ સુંદર રીતે સમજાવ્યું હતું.

મોરબી જેલના અધિક્ષક ગઢવીભાઈએ જણાવ્યું કે મારી જેલ મારા માટે આશ્રમ સમાન છે કેદીઓ મારા શિષ્ય છે દરરોજ તેઓને હું કંઈક વિશેષ આપવાનો પ્રયત્ન કરું છું. જેલમાંથી છૂટયા બાદ તેઓ ક્યારેય ખોટું કામ કે ગુનો ન કરે તેવી સમજણ આપૂ છું. સમારોહને સફળ બનાવવા માટે કનકસિંહ જાડેજા તેમજ જેલર ગઢવીભાઈએ જહેમત ઊઠાવી હતી.

 

- text