મોરબીના શનાળા રોડ પરની સોસાયટીના પ્રાથમિક પ્રશ્નો અંગે પાલિકામાં રજુઆત

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પરની સોસાયટીમાં છેલ્લા ત્રણ માસથી પ્રાથમિક અસુવિધાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે તેથી આ વિસ્તારની મહિલાઓએ આજે પાલિકા કચેરીએ દોડી આવીને તેમના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી હિરલ પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાઓ આજે રજૂઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગઇ હતી.જોકે પદાધિકારીએ કે અધિકારી હાજર ન હોવાથી મહિલાઓએ પાલિકાના ફરિયાદી વિભાગમાં રજૂઆત કરી હતી કે તેમની સોસાયટીમાં છેલ્લા ત્રણ માસથી લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાયો છે ગટરો સતત ગંદકીથી ઓવરફ્લો થતી રહે છે તેમજ રોડ દોઢ માસ પહેલા ખોદી નાખ્યા પછી કોઇ કામગીરી થઇ નથી.

- text

રાત્રિના અંધારપટમાં ખોદેલા રોડના કારણે વૃદ્ધોના પડી જવાના અનેક બનાવો બને છે. વૃદ્ધો તથા બાળકો અને મહિલાઓ સાથે અકસ્માત થવાનો ભય રહે છે ઉપરાંત પાણી પણ નિયમિત આવતું ન હોવાની તથા કચરો લેવા પાલિકાના માણસો સમયસર આવતા ન હોવાની ફરિયાદો કરી આ તમામ પ્રશ્નો નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

 

- text