માળિયાના સરવડ ગામે આજે સાંજે પાટીદાર સમાજના સમૂહલગ્ન : ૮૧ નવદંપતિઓ માંડશે પ્રભુતામાં પગલા

- text


વૃક્ષ પ્રેમી મંડળ દરેક નવદંપતિઓને મામેરામાં વૃક્ષનો છોડ આપશે

મોરબી : માળિયાના સરવડ ગામે આજે સાંજે પાટીદાર સમાજના ૨૦માં સમૂહ લગ્ન યોજાનાર છે. ત્યારે વૃક્ષ પ્રેમી મંડળ પર્યાવરણ જતન અંગેની જાગૃતિ લાવવા માટે નવતર અભિગમ અપનાવીને દરેક નવદંપતિઓને મામેરામાં એક એક વૃક્ષનો છોડ આપશે.

મોરબી-માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા માળિયાના સરવડ ગામે આજરોજ પાટીદાર સમાજના ૨૦માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં પાટીદાર સમાજના ૮૧ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે. જોકે આયોજક સમિતિ દ્વારા છેલ્લા ૩ વર્ષ થી સમૂહ લગ્નમાં પ્રયાવરણ જતનનો અભિગમ અપનાવીને દરેક નવદંપતિઓને વૃક્ષો આપીને વૃક્ષોના જતનનો સંકલ્પ લેવડાવામાં આવે છે.

- text

આવતીકાલે સમુહલગ્નમાં નવદંપતિઓને વૃક્ષો આપી તેઓની પાસેથી વૃક્ષના જતનનો સંકલ્પ લેવડાવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વૃક્ષ પ્રેમી મંડળ પ્રયાવરણ જતન અંગેની જાગૃતિ લાવવા છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. લોકો પર્યાવરણની મહત્વતા સમજે તે માટે વૃક્ષ પ્રેમી મંડળ દ્વારા જુદા જુદા કાર્યક્રમો થકી પ્રયત્નો કરવામાં આવે છે.

- text