મોટીબરાર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિન ની ઉજવણી

- text


મોરબી : માળિયા મિયાંણાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં દરેક તહેવારો અને દીને હંમેશા અનોખું આયોજન કરી ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિશ્વ ચકલી દિન નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ચકલીના સુંદર માળાનું નિર્માણ કરી શાળાના આંગણામાં યોગ્ય સ્થાને રાખી શાળાની શોભા વધારી હતી.

શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ચકલીના માળા નું સર્જન કર્યું હતું. બાદમાં આ માળાઓને શાળાના પરિસરમાં તેમજ આજુબાજુના વૃક્ષો ઉપર ગોઠવવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ લુપ્ત થવાના આરે પહોંચેલી ચકલી વિશે વિદ્યાર્થીઓને વિશેષ માહિતી આપી હતી.

- text

આ પ્રવૃત્તિમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા એ ચકલી વિશે વિદ્યાર્થીઓને વિશેષ માહિતી પૂરી પાડી હતી અને વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને મૂલ્યવાન શબ્દોથી બિરદાવી હતી.

 

- text