મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશાળ મહિલા રેલી યોજાઈ : તલવારરાસ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

- text


સ્ત્રીને સ્વતંત્રતાનો વિચાર એક પુરુષે જ આપ્યો છે : નેહલબેન ગઢવી

મોરબી : ઇતિહાસ ચકસો તો ખબર પડશે કે સ્ત્રીને સ્વતંત્રતા નો વિચાર એક પુરુષે જ આપ્યો છે, સ્ત્રી ઘર, કુટુંબ પાછળ એટલી ઓતપ્રોત હોય છે કે તેને પોતાના અસ્તિત્વનો કોઈ ખ્યાલ જ રહેતો નથી એટલે જ તેને રિયલાઈઝ કરાવાયુ કે તું ગુલામ નથી તારું પણ અસ્તિત્વ છે, આ શબ્દો હતા ભાવનગરના જાણીતા મહિલા અગ્રણી નેહલબેન ગઢવીના, વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે મોરબીના મહેમાન બનેલા નેહલબેન ગઢવીએ સ્ત્રીઓ માટે ઘણી મહત્વની વાતો કહી બહેનોને સાંભળવવાની ટિપિકલ આદત સુધારવા પર ભાર મુક્યો હતો

વિશ્વ મહિલા દિવસના અવસરે મોરબીમાં ઇતિહાસ રચાયો હતો, યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત શક્તિવંદના રેલીમાં બુલેટ, બાઇક, એક્ટિવા સહિતના વાહનો સાથે ૫૦૦ થી વધુ મહિલાઓ જોડાઈ હતી અને સાંજે ટાઉનહોલમાં ભાવનગરના મહિલા અગ્રણી નેહલબેનનું પ્રેરક પ્રવચન યોજાયું હતું જેમાં પણ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

અવિકસિત અને અર્ધવિકસીત બાળકો માટે ઝુંબેશરૂપે કામગીરી કરતા ભાવનગરના નેહલબેન ગઢવીએ ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓને સંબોધતા અનેક મહત્વપૂર્ણ વાતો કરી હતી અને સ્ત્રીઓને સ્વતંત્રતાથી લઈ પોતાની સૂઝ બિઝથી શુ – શુ કરી શકે તે વિશે જણાવ્યું હતું. આ તકે તેમને જણાવ્યું હતું કે સ્ત્રીઓ જે કંઈ પણ કરે છે તે ૧૦૦% હોય છે, દીકરીની ભૂમિકામાં હોય કે પછી પત્ની કે પછી માં, તેનું પદાર્પણ ૧૦૦% હોય છે અને દિવસભર અનેક જવાબદારીઓ નિભાવી રાત્રે જ્યારે સુવે છે ત્યારે પણ તેને પોતાના અસ્તિત્વનો ખ્યાલ નથી હોતો કે પોતે કોણ છે !

- text

આ તકે તેમણે બહેનોને બહુ સુંદર મજાની સલાહ નહીં પણ સૂચન કરી સમાજ માટે જીવતા શીખી કોને કોઈ પ્રવૃત્તિમાં જોડાઈ રહેવા પર ભાર મૂકી બધા જ પ્રકારના સીસીટીવી કેમેરાની પરવાહ કર્યા વગર ઓલી આમ કહશે, પેલી મારા વિશે આમ વિચારશે તેવું ટેંશન રાખ્યા વગર જીવતા શીખવાનું જણાવી સુખી લગ્ન જીવન માટે શંકા કુશંકાથી પર રહી જીવવા પણ જણાવ્યું હતું.

આ કાર્યક્રમ પૂર્વે બપોરે મોરબી ટાઉન હોલ ખાતેથી રેલી પ્રસ્થાન કર્યું હતું જેમાં પ્રથમ ખુલ્લી જીપમાં રાણી લક્ષ્મીબાઈ, મહિલા આઇપીએસ સહિતના પત્રોમાં સજ્જ થયેલા બહેનો જોડાઇ હતી અને બાદમાં ૧૦ થી વધુ બુલેટ બાઇકમાં મહિલા બુલેટ સવારો હતા અને ત્યાર બાદ મોરબીના ૫૦૦ જેટલા બહેનો પોતાના સ્કૂટર લઈને આ રેલી સાથે રહયા આ રેલીમાં તમામ મહિલાઓ ચોક્કસ ડ્રેસ કોડમાં સામેલ થયા હતા અને તમામ મહિલાઓ શોર્યના પ્રતીક સમાન સાફામાં સજ્જ થયેલા હોય અનોખો માહોલ જોવા મળ્યો હતો.

મોરબી ટાઉન હોલ ખાતેથી રેલી પ્રસ્થાન કરી રવાપર રોડ, કેનાલ રોડ, ઉમિયા સર્કલ થઈ શનાળા રોડ પર પસાર થઇ હતી ત્યાંથી ગાંધી ચોક નવા ડેલા રોડ, પાડાપુલ થઈ આ રેલી રિટર્ન ગેસ્ટહાઉસ રોડ, નગર દરવાજા ચોક થઈ પરત ટાઉન હોલ ખાતે આવી હતી અને બાદમાં ટાઉન હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મહિલાઓના તલવાર રાસે ખાસુ આકર્ષણ જમાવ્યું હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રમુખ દેવેનભાઈની આગેવાનીમાં ભાઈઓ અને બહેનોની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી મોરબીમાં ઇતિહાસ સર્જી દીધો હતો.

- text