મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી – માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે. તા. ૦૧-૦૩-૧૯૫૮ ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે જન્મેલા બ્રિજેશભાઈ મેરજા પોસ્ટ ગ્રેજયુએશન ડીપ્લોમાં ઇન જર્નાલીઝમ સુધીના ઉચ્ચ અભ્યાસ બાદ પબ્લિક રીલેશન ઓફિસર તરીકે પાંચ વર્ષ કાર્યરત રહ્યા બાદ ૧૯૮૫ થી ૨૦૦૭ સુધી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના એક ડઝન મંત્રી મંડળમાં જુદા જુદા પ્રધાનોના સચિવ તરીકે સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે. જાહેરસેવા ઉપરાંત બ્રિજેશભાઈ મેરજા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે. જયેષ્ઠ પુત્ર ડો. પ્રશાંતની સ્મૃતિમાં દર વર્ષે સેવાકેમ્પ કરી જન સેવા એ જ પ્રભુસેવા ઉક્તિને સાર્થક કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૭ થી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ બ્રિજેશભાઈ મેરજાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પૂર્વ ડેલીગેટ, પૂર્વ મંત્રી અને મહામંત્રી તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંગઠનમાં તેઓ કાર્યરત રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સતત જાગૃત એવા બ્રિજેશભાઈ મેરજા ૨૦૧૨ માં વિધાનસભા ચુંટણી હાર્યા છતાં જનસંપર્ક કાર્યાલય સતત ચાલુ રાખીને પ્રજાની સેવા કરી છે. ગત ૨૦૧૭ વિધાનસભા ચુંટણીમાં મોરબી-માળિયાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ હાલના વિધાનસભા સત્રમાં ભાગ લઈને મોરબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આજે બ્રિજેશભાઈના જન્મદિવસ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ, તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- text

- text