મોરબી : ધ્રાંગધ્રા કેનાલમાંથી ખેડૂતોને પાણી આપવા ધારાસભ્યની માંગ

- text


મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને રજુઆત

મોરબી : મોરબી, માળીયા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે અપાતું નર્મદા કેનાલનું પાણી બંધ કરી દેવતા મોલાત મુરઝાઈ રહી હોય તાકીદે ધ્રાંગધ્રા કેનાલમાં પાણી છોડવા મોરબી – માળીયા મતવિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માંગણી ઉઠાવી છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાના જણાવ્યા મુજબ રવિપાકની સિઝન અંતિમ તબક્કામાં છે અને ખેડૂતોના ખેતરમાં ઉભેલ મોલતોને છેલ્લા પાણની જરૂરત હોય ધ્રાંગધ્રા કેનાલ મારફતે પાણી છોડવા નર્મદા નિગમના અધિકારીઓને રજુઆત કરી છે.

- text

આ સંજોગોમાં સરકાર ખેડૂતોના હિતમાં મોટું મન રાખી ધ્રાંગધ્રા કેનાલ મારફતે પાણી આપી હજારો ખેડૂતોને પાયમાલ થતા બચાવવા છેલ્લા પાણ માટે પાણી છોડે તેવી અંતમાં લાગણી વ્યક્ત કરી હતી.

- text