મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ નેશનલ ડી વોર્મિંગ ડે એટલે કે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ ઉજવણી દિવસની ઉજવણી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ નિમિત્તે વર્ષમાં બે વખત કૃમિ નાશક આલબેન્ડોઝોલ નામની ટેબ્લેટ ૧ થી ૧૯ વર્ષના બાળકોને ખવડાવવામાં આવે છે.

ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ૧૦ ફેબ્રુઆરીથી બીજો રાઉન્ડ શરૂ કરાશે જે અંતર્ગત આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓમાં કુલ મળી ૧૭૯૭ કેન્દ્રો પરથી ૨૪૨૧૩૦ બાળકોને કૃમિ નાશક ગોળીથી આવરી લેવા આયોજન ઘડી કઢાયું છે.

- text

તા. ૧૦ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી જે.એમ.કતિરાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ તમામ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવી આ પ્રોજેકટ હેઠળ આવરી લેવામાં આવશે.

 

- text