મોરબી અને કચ્છ જિલ્લાને ધમરોળનાર નેપાળી તસ્કર ત્રિપુટીને ઝડપી લેતી એલસીબી

- text


મોરબીની બે ચોરી તેમજ આદિપુર, અંજાર અને ગાંધીધામની ચોરીના ભેદ ખુલ્યા

મોરબી : મોરબી અને કચ્છ જિલ્લામાં અનેક ઘરફોડ ચોરીને અંજામ આપનાર નેપાળી તસ્કર ત્રિપુટીને ઝડપી લેવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે સાથો સાથ મોરબીના બે ઘરફોડી ચોરીના ભેદ ખુલવા પામ્યા છે.

મોરબી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે ફ્લેટ અને હોટલમાં ચોકીદારી અને મજૂરી કરવાનો ઢોંગ રચી મોકો મળ્યે ઘરફોડ ચોરીને અંજામ આપતી મૂળ નેપાળની ત્રિપુટીને ગાંધીધામ અને અંજારમાંથી ઝડપી લીધી હતી.

એલસીબી ટીમે અકલ બહાદુર મન બહાદુર શાહી ઉ.૩૧ રે.ગાંધીધામ, ચાવલા ચોક, મીન બહાદુર શેર બહાદુર શાહી ઉ.૨૮ ગાંધીધામ ઓસલમ તથા પૂનમ બહાદુર જગત બહાદુર શાહી રે. નવા અંજાર મૂળ રે. બધા અછમ જિલ્લા નેપાળ વાળાઓને મોરબી સીટી એ ડિવિઝનની ૧૩૭૦૦ રૂપિયા તથા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ૧૨૨૦૦ રૂપિયાની ઘરફોડ ચોરીની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

વધુમાં પોલીસ સમક્ષ પોપટ બની ગયેલી આ ત્રિપુટીએ મોરબી ઉપરાંત આદિપુર, અંજાર અને ગાંધીધામમાં પણ ચોરી કાર્યની કબૂલાત આપવાની સાથે આ ઘરફોડી ચોરીમાં અન્ય બે નેપાળી શખ્સો કમલ લોક બહાદુર ઠાકુર અછમ નેપાળ અને ગણેશ રાણા હાલ રે.પુના મહારાષ્ટ્ર મૂળ નેપાળ વાળની સંડોવણી હોવાની કબૂલાત આપતા એલસીબી દ્વારા બાકીના આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text