વાંકાનેર : ગોપાલક સમુહ લગ્ન સમિતિ આયોજિત આઠમો સમુહ લગ્ન યોજાશે

- text


મચ્છો માતાજીના પટાંગણમાં યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં ૫૭ દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે

મોરબી જિલ્લાના વાંકાનેર ગોપાલક સમુહ લગ્ન સમિતિ આયોજિત શ્રી મચ્છો માતાજીના આંગણે મહાવદ- ૬ને મંગળવારના રોજ આઠમો સમુહ લગ્ન યોજાશે. જેમાં ભરવાડ સમાજની ૫૭ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સમૂહલગ્નમાં પં.પૂ.ઘનશ્યામપુરી બાપુ, ગુરૂ શિવપુરી બાપુ (થરા)ના વરદ્ હસ્તે દિપ પ્રાગટય કરી સમુહ લગ્નના નવ દંપતિઓને આર્શિવચન પાઠવવામાં આવશે. આ શુભ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂઓ અને સાધુ-સંતો તેમજ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત આઠમાં સમુહ લગ્ન તા.૬/૨/૨૦૧૮ના રોજ શ્રી મચ્છો માતાજીના પટાંગણમાં યોજાશે. ભરવાડ સમાજના આ સમૂહલગ્નમાં સમસ્ત સૌરાષ્ટ્ર ભરમાંથી સમાજના સંતો-મહંતો અને અગ્રણીઓ, હોદેદારો તેમજ ગોપાલક સમાજના નામી-અનામી સહિત શૈક્ષણિક તારલાઓ આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેશે જેમાં તેમનું બહુમાન સાથે સન્માન કરવામાં આવશે. ગોપાલક સમાજના આઠમાં સમૂહલગ્નમાં કન્યાઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે.

- text

મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે શ્રી મચ્છો માતાજીના આગણે રૂડા અવસરે નિર્માતા સમીર સતાભાઈ મુંધવા દ્વારા તા.૬ના મંગળવારે સવારે ૯ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે.જેમાં વિમલભાઈ બાંભવા, હેમંતભાઈ મુંધવા, નિતાબેન કાટોળીયા (સુરેન્દ્રનગર), રૈયાભાઈ ગોલતર, ભાવેશભાઇ ભરવાડ તેમજ જય ગોપાલ ઓરકેષ્ટા ગ્રુપના વિમલભાઈ બાંભવા દ્વારા લોકડાયરાની રમઝટ બોલાવશે. તદુપરાંત વાંકાનેર તાલુકાના ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત આઠમાં સમૂહ લગ્નોત્સવના શુભ અવસરે ૫૭ નવ દંપતિઓને આર્શીવાદ આપવા ભરવાડ સમાજના સંતો-મહંતો તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેશે. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા વાંકાનેર ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી છે.

- text