મોરબીમાં કોમન જીડીસીઆર લાગુ કરવા વિચારણા : સરકારમાં પ્લાનિંગ આસિસ્ટન્ટની માંગ

- text


ચાર મહિના બાદ મોરબી પાલિકાની પ્લાનિંગ કમિટીની બેઠક મળશે

મોરબી : મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સરૈયા દ્વારા શહેરના સળગતા ટાઉન પ્લાનિંગના પ્રશ્ને ગૂંચવાડો દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. અને આ માટે પ્લાનિંગ કમિટીની મિટિંગ આગામી ૧૫ ફેબ્રુઆરીએ બોલાવવામાં આવી છે. જેમાં સરકારનો નવો જીડીસીઆર લાગુ કરવાની સાથે પ્લાનિંગ આસિસ્ટન્ટની માંગ કરવા સહિતના ૭ મુદા સમાવાયા છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ પાલિકાની પ્લાનિંગ કમિટીની આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ બેઠક બોલાવવામાં આવી છે જેમાં સરકારના નવા જીડીસીઆરને લાગુ કરવો, જુદા જુદા આસમીઓ દ્વારા મુકવામાં આવેલા લે આઉટ પ્લાન મંજુર કરવા નિર્ણય લેવા, જુન ૨૦૧૨ માં સરકારમાં સબમિટ કરેલ ડીપી મંજૂરી અંગે વિચારણા કરવી, સરકારમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકેની પોસ્ટ ભરવા અંગે માંગણી કરવી સહિતના મુદા સમાવવામાં આવ્યા છે.

- text

પ્લાનિંગ કમિટીમાં સૌથી અગત્યના મુદા તરીકે મોરબીમાં સમાવેશ થયેલા નવા વિસ્તારોના ડીપી બનાવવા અંગે પણ મુદાને સમાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૦ ઓક્ટોબર ના રોજ પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે બાદ બહુ લાંબા સમયે ૧૫ ફેબ્રુઆરીના રોજ પ્લાનિંગ કમિટી ચેરમેન પ્રકાશભાઈ ચબાડ ના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કમિટીની બેઠક બોલાવવા એજન્ડા બહાર પડાયો છે.

- text