હળવદ માર્કેટિંગ યાર્ડનો કર્મચારી વરિયાળી ચોરી ગયો

વિશ્વાસ ટ્રેડિંગ નામની પેઢીની ખુલ્લામાં પડેલી વરિયાળી સગેવગે કરી નાખતા ફરિયાદ

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં વાડ જ ચીભાડા ગળે ઉક્તિ મુજબ યાર્ડના કર્મચારી દ્વારા વેપારીની ખુલ્લામાં પડેલી વરિયાળી ચોરી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિશ્વાસ ટ્રેડિંગ નામની પેઢીની ખુલ્લામાં પડેલી ૭૭ મણ વરિયાળી કિંમત, રૂપિયા ૭૭૦૦૦ ની યાર્ડમાં જ ફરજ બજાવતા કર્મચારી મનોજ ડાયાભાઇ સોનાગ્રા, રહે,હળવદ ખરીવાડી વાળા ચોરી કરી ગયા હોવાની ચોંકાવનારી ફરિયાદ પેઢીના માલિક જીતેન્દ્રભાઈ રમણિકભાઈ નરીયાણી એ ફરિયાદ કરી છે.

વધુમાં યાર્ડના કર્મચારી દ્વારા ફરિયાદીની ખુલ્લામાં પડેલી ૩૨ બોરી વરિયાળી અન્યત્ર વેચીમરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે, આ ચોકવનારી ફરિયાદ મામલે હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.