મોરબી : ખરાબાની પડતર જમીનમાં શિક્ષકે ઉગાડી ૫૮ પ્રકારની ઔષધીઓ

- text


અનેક રોગોના રામબાણ ઇલાજ જેવી વનસ્પતિઓથી લોકોને જાગૃત કરવા શિક્ષકે પુસ્તક પણ લખ્યુ : ગ્રામજનોનો અનેરો સહયોગ

મોરબી : મોરબી પાસે આવેલા લુટાવદર ગામે રહેતા અને દેરાળા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખરભાઇ પટેલને પડતર જમીનનો સદુપયોગ કરવાનુ સુઝતા તેમણે અનેક રોગો માં કામ આવતી ઔષધીય વનસ્પતિઓ માં ઉગાડવા નિર્ધાર કર્યો હતો ગહન અધ્યયને તેમણે વનસ્પતિઓ માં રુચિ લેવા પ્રેરિત કર્યા અને તે માટે ગામના સરપંચનો સહયોગ લેવા વિચાર્યુ લુટાવદર ગામે આવેલ પડતર ખરાબાને સિલેક્ટ કરી અહી તેમણે ઔષધીય વનસ્પતિઓ ઉગાડવાનુ શરૂ કર્યુ તેના માટે સરપંચ ગામના લોકો અને તેમના મિત્ર જયુભાએ પુરો સહયોગ આપવા તૈયાર થયા હતા.

પરીણામે અહી નગોડ બહેડા પબ્બડી મિજોરુ માલણ રતાંજલી કાચનાર કોઠા સહિતની ૫૮ પ્રકારની દુર્લભ વનસ્પતિઓ કે ઔષધીઓ ઉગાડી હતી આજે આ પડતર ખરાબાને ને બંજર જમીન માથી લહેરાતો કરી દિધો છે.

ચંદ્રશેખરભાઇ ના જણાવ્યા મુજબ તેમણે ઉગાડેલી વનસ્પતિઓ ડાયાબિટીસ કબજિયાત ગેસ અનિદ્રા એસેડીસી બીપી સંધીવા મેદસ્વીતા એલર્જી સહિતના અનેક રોગોમાં કામ આવે છે એટલુ જ નહિ વનસ્પતિઓ ઓળખ સ્વાદ અને સોડમ વિશે આજના યુવાનો તેમજ બાળકો ની રસ-રુચી ઓછી થતી જાય છે તેથી મહામુલ્ય જાણકારી ફરી લોકો જાણે અને પીછાણે તે માટે તેમણે સરસ મજાનુ પુસ્તક બનાવી નાખ્યુ છે અને લોકોને રસ પડે એ માટે જેતે વનસ્પતિઓ ના કલર ફોટા સાથે વનસ્પતિઓ નો ઉપયોગ અને કયા રોગોમાં ઉપયોગ આવે તેની સંપૂર્ણ જાણકારી આ પુસ્તકમાં કરવામાં આવી છે.

- text

તેમણે કરેલી ઉમદા કામગીરી ની નોંધ વનવિભાગે પણ લીધી હતી ફોરેસ્ટ વિભાગ અધિકારીઓએ ત્યા વિઝીટ કરી કામગીરીને પર્યાવરણ મોડલ મંજૂરીની મહોર પણ મારી હતી.

હાલ આવા ૧૧૦૦ નાના મોટા વૃક્ષો આ બાગમાં છે આ કાર્ય માં ખર્ચ ને પહોંચી વળવા ગામના ઉધોગપતિ મહેન્દ્રભાઇ (હકાભાઇ) એ બાગની દેખરેખ રાખવા મહિને ૫૦૦૦ લેખે માણસ રાખી વૃક્ષોને પાણી માટે મોટર પાઇપલાઇન અને વૃક્ષો ના રોપાઓ માટે અંદાજીત ચાર વર્ષમાં ૩.૯૦૦૦૦ જેવી માતબર રકમનો ફાળો પુરો પાડી સહયોગ આપ્યો હતો શિક્ષકે વધુ જણાવ્યુ હતુ કે આવનારા સમયમાં આ કાર્ય માથી લોકો પ્રેરણા લઈને ગુજરાતના દરેક ગામડે અને શહેરમાં આવા બાગ બગીચાઓ બને લોક ઉપયોગી કાર્ય કરે તેવી શિક્ષકે ઇચ્છા વ્યક્ત કરી હતી.
ખેતીલાયક જમીનને બદલે પડતર ખરાબાનો સદુપયોગ કરવા હેતુ લુટાવદર ગામે રહેતા શિક્ષકે અનેક રોગોમાં કામ આવતી વનસ્પતિઓ જ ઉગાડી નાખી આજે ખરાબામાં ૫૮ પ્રકારની ઔષધીય વનસ્પતિવનસ્પતિઓ લહેરી રહી છે.

- text