મોરબી-હળવદના દારૂના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

- text


એલસીબી ફરલો સ્ક્વોડ એકને જામનગર અને બીજાને સુખપરમાંથી ઝડપી લીધા

મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ અને હળવદ પોલીસના દારૂના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડાએ આપેલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સુચનને પગલે એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા તેજસ ઉર્ફે હિતેશભાઈ સુનિલભાઈ રામાવત રે.પટેલ પાર્ક, લાલપુર બાયપાસ જામનગર અને હળવદ તાલુકા પોલીસના દારૂના ગુન્હામાં નાસતા ફરતા હેમંત જાદુભાઈ લોદરિયા રે સુખપુર તા. હળવદ વાળને ઝડપી લઈ સંબંધિત પોલીસ મથકે સોંપી આપ્યા હતા.

- text