માળીયામાં આંગણવાડીના બાળકોને ઈયળ વાળો બગડેલો પોષક ખોરાક અપાતા દેકારો

- text


જાગૃત નાગરિક દ્વારા પ્રાંત- મામલતદારને ફરિયાદ કરી : કૌભાંડિયા તત્વો બાળકોને પણ નથી છોડતા

માળીયા : માળિયા મીયાણા આંગણવાડીમાં પોષણ યુકત ખોરાક બગડી ગયેલ અને ઈયળોથી ખદબદતો હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે આ મામલે જાગૃત નાગરિકો અને શહેરીજનોએ બાળકોના આરોગ્ય સાથે ખીલવાડ કરવાનું બંધ કરી તાકીદે આવા હલકા પૌષ્ટિક ખોરાકનું વિતરણ અટકાવી પરત લેવા શહેરીજનોએ ઉચ્ચકક્ષાએ રાવ કરી હતી.

જાણવા મળતી વિગતો અનુસાર માળિયા શહેરની માલાણીવાસ આંગણવાડીમાં આપવામાં આવતો બાળકોને પોષણ યુકત ખોરાકના પેકિંગ ખોલતા જીવાત અને ફુગથી સળી ગયેલ ખોરાકનુ વિતરણ થતા શહેરના જાગૃતવાલી અનવરભાઇ ખોડે પ્રાંત અધિકારીને રુબરુ મળી લેખિત રજૂઆત કરી હતી અને બાળકોના આરોગ્યને જોખમ ઉભુ થાય તે પહેલા અખાદ્ય ખોરાકનુ વિતરણ થયુ છે તેનો સ્ટોક પાછો મંગાવીને યોગ્ય પગલા ભરવાની માંગ કરી હતી.

- text

ગુજરાત સરકાર તરફથી મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત વિના મુલ્યે આંગણવાડી મારફતે પૌષ્ટિક આહારનુ વિતરણ કરવામાં આવે છે જેમાં ઈયળો ખદબદતી હોવાની સાથે સાથે આ ખોરાક ખાવા યોગ્ય ન હોવાનું માળીયા તાલુકામાં બહાર આવ્યું છે.

માળિયામાં આવેલી આંગણવાડીમાં આવા પૌષ્ટિક આહાર મગદાળનુ વિતરણ કરાતા બાળકો પોતાના ઘરે પૌષ્ટિક આહાર લઇ જતા આ પેકિંગમાં રહેલ મગદાળ ખાવાલાયક ન હોવાનું જાગૃતવાલીના ધ્યાને આવતા તેઓએ આ હાલ થઇ રહેલા આવા ખોરાકનું વિતરણ રોકી દેવા આંગણવાડી કાર્યકરોને મૌખિક રજુઆતો કરી હતી.

આ ઉપરાંત જાગૃત વાલી દ્વારા પ્રાંત અધિકારી તથા મામલતદારને રુબરુ મળીને અખાદ્ય ખોરાકના સેમ્પલ બતાવીને વિતરણ રોકી પૌષ્ટિક ખોરાકનુ વિતરણ કરવા લેખિત રજૂઆત કરી હતી.

- text