મોરબી કૉંગ્રેસના ઉમેદવારની જીત બદલ સામાજિક કાર્યકરો એ માનતા ઉતારી

- text


એકે દંડવતપ્રણામ અને બીજા સામાજીક કાર્યકરે ઊંધાપગે ચાલી માનતા ઉતારી

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશમેરજાની જીત થતા બે સામાજીક કાર્યકરો એ પોતાને માનેલી માનતા ઉતારી હતી.જેમાં એક સામાજીક કાર્યકરે દંડવત પ્રણામ કરતા કરતા અને બીજા સામાજીક કાર્યકરે ઊંધા પગે ચાલીને પોતાની માનતા ઉતારી હતી.

- text

મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સામે પાતળી સરસાઈથી જીત મેળવી છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પ્રશ્નો માટે જાગૃત રહેતા સામાજીક કાર્યકર રાજુભાઈ દવે એ બ્રિજેશ મેરજાની વિધાનસભાની ચૂંટણીમાં જીત થાય તો પોતે દંડવત પ્રણામ કરતા કરતા માતા ના દરબારમાં જવાની માનતા માની હતી.આ રીતે બીજા સામાજીક કાર્યકર મનુભાઈ ભરવાડે કોંગ્રેસના ઉમેદવાર ની જીત થાય તો ઊંધા પગે પંચ મેલડી મંદિર સુધી ચાલીને જવાની માનતા માની હતી.દરમ્યાન ગઈકાલે ચૂંટણીના જાહેર થયેલા પરિણામ માં કોંગ્રેસ ના ઉમેદવાર બ્રિજેશ મેરજા એ જીત મેળવી લેતા આ બને સામાજીક કાર્યકરો એ પોતે માનેલી માનતા ઉતારી હતી.જેમાં સામાજીક કાર્યકર રાજુભાઈ દવે એ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ પંચ મેલડી માતા ના મંદિર સુધી દંડવત પ્રણામ કરતા કરતા જવાની માનતા ઉતારી હતી.તેમજ મનુભાઈ ભરવાડે પણ સિવિલ હોસ્પિટલથી મેલડી માતાના મંદિરે ઊંધા પગે જઈને માનતા ઉતારી હતી.આ બંને સામાજીક કાર્યકરો એ બ્રિજેશ મેરજા સમક્ષ સિવિલ હોસ્પિટલ નો પ્રશ્ન અંગે ધ્યાન દોરશે અને તેમ છતાં આ પ્રશ્નો નું નિરાકરણ ન આવેતો તેઓ લડત ચાલુ રાખશે। આ તકે  કોંગ્રેસ ના બેચરભાઈ હોથી , રાજુભાઈ કવર સહીત ના હાજર રહ્યા હતા।

 

- text