હળવદના ટીકર ગામેથી દેશી બંદૂક સાથે યુવાન ઝડપાયો

- text


હળવદ:હળવદ તાલુકાના ટીકર ગામેથી એસઓજી સ્ટાફે પટેલ યુવાનને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

મોરબી એસઓજી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ બી.ટી.ગોહિલ સહિતનો એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકાના ટીકર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ડાભીને મળેલી ખાનગી બાતમીને આધારે આરોપી પ્રકાશભાઈ નાગરભાઈ દેથરીયા ઉ. ૩૫, રહે. ટીકર વાળો પાસ પરમીટ વગર દેશી બનાવટની બંદુક કિ.૫૦૦૦ વાળી સાથે રાખી મળી આવતા, આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ હતો.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઈ અનિલભાઈ ભટ્ટ, પો.હેડ.કોન્સટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા,પ્રવીણસિંહ ઝાલા, જાડેજા,જયસુખભાઈ વસીયાણી,ફારૂકભાઈ પટેલ પટેલ,નરેન્દ્રસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી,ધર્મેન્દ્રભાઈ વાઘડિયા,તથા વિજયભાઈ ખીમાણિયા સહિતનાઓએ કરી હતી.

- text