મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રક્તદાન કેમ્પમાં ૧૨૫ બોટલ રક્ત એકત્રિત થયું

- text


કોલેજના ૨૫૦ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરાયા

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજ અને એચડીએફસી બેંકના સયુંકત ઉપક્રમે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૨૫ બોટલથી વધુ રક્ત એકત્રિત થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રકતદાન કર્યું હતું સાથો-સાથ કોલેજના પ્રમુખ દેવકરણભાઈએ ૬૩ વર્ષની ઉંમરે પણ રક્તદાન કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.

રક્તદાન કેમ્પમા કોલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા આ કામગીરીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદનો સહયોગ પ્રાપ્ત થયો હતો.કાર્યક્રમનું ઉદ્ધાટન બ્લડ ડોનેશન સાથે સંકળાયેલા વિક્રમભાઈ દફ્તરી અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, કોલેજ સ્ટાફના હેમાંગ ઠાકર, કેતન કડીવાર, હિરેન મહેતા, એચડીએફસી બેંકના હિતેન કનખરા, હાર્દિક રાવલ, મિહિર અંજારીયા અને સંસ્કારધામ બ્લડ બેંકના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text