લજાઈમાં બનતુ પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ

- text


હડમતીયા : ટંકારા તાલુકાના લજાઈ ગામે ચોકડી પાસે બનતું નવનિયુકત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે. ત્યારે જીલ્લાપંચાયત હસ્તક બનતું આ સબ સેન્ટરમાં જે રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે તે બિલકુલ ધુળ છે. ગામના અાગેવાનો આ બાબતે કોન્ટ્રાકટરને વારંવાર મૌખિક રજુઆત કરેલ છે પણ આ કોન્ટ્રકટર આંખ આડા કાન કરતા હોય તેવુ લાગી રહ્યું આ આરોગ્ય સેન્ટરમાં કોઈ જીલ્લાપંચાયત સતાધિસો કે અધિકારીઅોની મિલિભગત તો નથી ને…? તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. જો આ સેન્ટરનું બાંધકામ વહેલી તકે સતાધિસો નહી રોકે તો આજ આરોગ્ય સેન્ટર લજાઈ ગામના જ કોઈ દર્દીને મોતનું કારણ બનતા પણ વાર નહી લાગે જોઈ તેવુ ગામલોકો જણાવી રહ્યા છે.

- text

 

- text