મોરબી : નિલકંઠ વિદ્યાલય(પીપળીયા ચાર રસ્તા) ખાતે ફુડ કોમ્પીટીશન સહિતની સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબી પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શ્રી નિલકંઠ વિદ્યાલયમાં ફુડ બિઝનેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય ઉપરાંત દર મહીને અલગ-અલગ પ્રકારનું કાર્યસ્પર્ધાઓ તથા કબડ્ડી જેવા અનેક પ્રોગ્રામ યોજી બાળકોના મન અને તંદુરસ્તી માટે અભ્યાસ સાથે ગમ્મતનું જ્ઞાન પણ આપવામાં આવે છે. સ્કુલના પટાગણમાં બાગ બગીચામાં બાળકોનું બાળપણ ખીલી ઉઠે તેવું કુદરતી સૌદર્ય વચ્ચે અભ્યાસ કરતા બાળકોને આજે બિઝનેશ કોમ્પિટેશન કાર્યક્રમમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી જેવી કે પાણીપુરી ભેળ દાબેલી ભુંગળા બટેટા જેવી અનેક વાનગીઓનો સ્વાદ બાળકોએ માણ્યો હતો જેથી બાળકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. શ્રી નિલકંઠ વિદ્યાલય પીપળીયા ચાર રસ્તાના સંચાલકો યાજ્ઞીકભાઇ ધમાસણા અને ભાવેશભાઇ કાસુન્દ્રા દ્વારા ફુડ બિઝનેસ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થી તથા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાના બાળકોનો જુસ્સો વધાર્યો હતો તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે અલગ-અલગ પ્રકારના એવોર્ડ આપવા માટે નોમિનેટ કરી એવોર્ડ એનાયત કરવામાં આવશે જેમાં માસ્ટર ચીફ ઓફ ધ ઇયર બેસ્ટ ડીશ અને બિઝનેશ ઓફ ધ ઇયર સહીતના એવોર્ડ જેતે વાનગીમાં ક્રમસર નોમિનેટ થયા હોય તેને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા આ કુડ કોમ્પિટેશન કાર્યક્રમમાં શાળાના સંચાલક શિક્ષકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

- text