હળવદના રાણેકપર ખાતે આજથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

- text


હળવદ તાલુકાના રાણેકપર ગામે ગોલતર પરિવાર દ્વારા આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો હતો જેમાં આવતીકાલે પ.પૂ.મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ખાસ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે.

- text

હળવદની સમીપ આવેલ રાણેકપર ગામે ગોલતર પરિવાર આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થતાં સવારે માંડવા રોપાણ બાદ મા શકિતના હોમહવનના યજમાન પદે 98 દંપતિઓ બિરાજમાન થયા હતા. આ વેળાએ ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણ દિવસ ચાલનારા આ
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તા.24મીએ ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ગાયક રાજદિપ બારોટ તથા ટહુકતી કોયલ વનીતાબેન બરોટ આ કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ઝાલાવાડના, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી, લખતર, સાયલા, ચુડી તેમજ મોરબી જિલ્લામાંથી ભાવિકો આવી પહોંચ્યા હતા.
રાણેકપર ગામે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આઈમાતા જાનુઆઈ (ખોડિયારધામ-ગુંદાળા) તેમજ માનુંઆઈ (મોગલધામ-ખીજડીયા) ભાવિક ભકતોને આર્શિવચન પાઠવશે. આજથી રાણેકપર ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માંડવા રોપાણથી પ્રારંભ થયો હતો.જેમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે અને ત્યારબાદ તા.25ના શનિવારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોલતર પરિવાર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે ઉપરાંત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

- text