હળવદના સુંદરગઢ પાસે ટ્રક અડફેટે યુવાનનું ઘટનાસ્થળે મોતઃ પરિવારમાં ઘેરો શોક

- text


અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયો

- text

હળવદ મોરબી હાઈવે પર અજાણ્યા ટ્રક ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયું અને અન્ય એક યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ વહેલી સવારના અરસામાં ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના સંજય બેચરભાઈ દલવાડી લગ્ન પ્રસંગે ચરાડવા જઈ રહ્યા હતા તે દરમિયાન હળવદ-મોરબી હાઈવે પર આવેલ સુંદરગઢ ગામની નજીક અજાણ્યા ટ્રક ચાલકે મોટર સાયકલ અડફેટે લેતા સંજયભાઈ બેચરભાઈ દલવાડી (ઉ.૧૯)નું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ હતું જ્યારે પાછળ બેઠેલા કિશોરભાઈ રામજીભાઈ દલવાડીને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ બનાવની જાણ પરિવારજનોમાં થતાં શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી.

- text