બોલિવૂડ સ્ટાર ક્રિતી સેનન વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પોમાં : જુઓ ક્રિતીની તસવીરો

- text


ક્રિતી સેનન સેનનએ ઓએસિસનો નવો લોગો લોન્ચ કર્યો

ગાંધીનગર : ભારત માં ટાઇલ્સ ના નિકાસ અને ઉત્પાદન ની અગ્રણી કંપની ઓએસીસ ટાઇલ્સ ગૃપ દ્રારા વાઇબ્રન્ટ સિરામિક્સ ખાતે તેની નવા લોગો નું અનાવરણ કરવામાં આવ્યું.આજે,તેમની બ્રાંડ એમ્બેસેડર બૉલીવુડ સ્ટાર ક્રિતી સેનન આ ઉજવણી માં જાડાઇ હતી અને તેણે ઓએસાસ ટાઇલ્સ ના ૬ વિશિષ્ટ નવા સંગ્રહ લોન્ચ કર્યાં હતા.
ઓએસિસ કંપની ના પ્રારંભિક વર્ષોમાં,ઓએસીસ એ વર્ષ ૨૦૦૬ માં ૬૦૦૦ સ્કવેર મિટર ની ક્ષમતા સાથે ઉત્પાદન ની શરૂઆત કરી હતી.કંપની એ તેના ઉત્પાદન ને નોંધપાત્ર ૬૫૦૦૦ સ્કવેર મીટર સુધી પહોંચાડવામાં લાંબો સમય લીધો નથી.આજે,ઓએસીસ ૬ ઉત્પાદન એકમો ચલાવે છે,જે માત્ર સેનીટરીવેર પ્રોડક્ટસ માટે સમર્પિત છે. ઓએસીસ ના પ્લાન્ટ ઇટાલી અને સ્પેઇન માંથી મંગાવેલી આર્ટ ટેક્નોલોજી થી સજ્જ છે.વર્ષ ૨૦૧૬માં, ઓએસીસને ફાસ્ટેસ્ટ ગ્રોવીંગ કન્ઝયુમર ચોઇસ બ્રાન્ડ ઇન ઇન્ડિયા અને ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ બ્રાન્ડ એન્ડ લિડર ૨૦૧૭ એવોર્ડ આપવામાં
આવ્યું હતું.
ઓએસીસ વિટરીફાઇડ પ્રા.લિ. ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી સુખદેવ પટેલે મોરબી અપડેટની ખાસ વાતચીતમાં જણાવ્યું કે “આજે અમને જણાવતા ખૂબજ ગર્વ થાય છે કે અમે આજે વિશ્વ ના સૌથી મોટા સિરામિક્સ ફિનિશ્ડ પ્રોડક્ટસ ના એકસ્પો ખાતે અમારા નવા ટાઇલ્સ ની સંગ્રહ ની રજૂઆત કરી.ઓએસીસ ટાઇલ્સ નો લક્ષ્યાંક લોકોના સ્વપ્ન ને વાસ્તવિકતા માં લાવ્વા માટે શ્રેષ્ઠ ગુણવત્તા ની ટાઇલ્સ પૂરી પાડવાનો છે. ઓએસીસ ટીમ એ હંમેશા ટકાઉ અને ઉત્કૃષ્ટ સંગ્રહો બનાવ્યા છે કે જે દરેક ના ઘરોની સુંદરતા માં વધારો કરે અને ગ્રાહક ના ર્હદય ને સુખ મળે.”
બ્રાન્ડ ફેરફાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે “જીવન માં પરિવર્તન માત્ર જરૂરી છે અને પરિવર્તન એક સીડી છે જે અમને પ્રગતિ તરફ લઇ જાય છે.ઓએસીસ એ આ સ્વયંસિદ્ધતા ના સંક્ષેપ છે; હવે અમે નવા,વધું સારા અને મોટાઅવતાર માં સંક્રમણ કરીએ છીએ.અમે ઘણાં લક્ષ્યો હાંસલ કરવા માટે અમારો માર્ગ મોકળો કર્યો છે અને વિકાસ માટેના તમામ પરંપરાગત પગલા ભર્યાં છે.અમારો નવો લોગો નવીન દેખાવ સાથે અમારા ગોલ અને અમારા બ્રાન્ડ મૂલ્યો પાછળ ની સાચી સમજણ વ્યાખ્યાયીત કરે છે.વર્તૃળ ગુણવત્તા,ઉત્ક્રાંતિ અને ઉજવણી ની માનવીય લક્ષણો નું પ્રતિકછે. અમારી બ્રાન્ડ ઓળખ લોકો દ્રારા આપવામાં આવી હતી અને આ વિશ્વાસ ને જાળવી રાખવાં માટે સખત મેહનત કરવાનું વચન આપીએ છીએ.
#morbiupdate

- text