મોરબી જિલ્લાના શિક્ષકો આઠ-આઠ મહિનાથી જીપીએફ સ્લીપથી વંચિત

- text


જિલ્લા મથક બનવા છતાં મોરબીના ૩૫૦૦ શિક્ષકોનો જીપીએફનો વહીવટ રાજકોટ જિલ્લા પંચાયતમાંથી!!

- text

મોરબી:મોરબી જિલ્લાના શિક્ષકોને છેલ્લા આઠ-આઠ માસના સમયગાળાથી જીપીએફની પહોંચ ન મળતા અનેક પરિવારોના દીકરા-દીકરીના લગ્નથી લઇ બીજા અનેક મહત્વના કાર્યો અટકી પડ્યા હોવાનું બહાર આવ્યું છે.
ચૂંટણી કામગીરી સહિત અનેક મહત્વની કામગીરી કરતા શિક્ષકોના મહત્વના એવા જીપીએફ પ્રશ્ને મોરબી જિલ્લામાં અન્યાય થઈ રહ્યો હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.મોરબીના ૩૫૦૦ જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકોને પોતાના જીપીએફ ભર્યાની પહોંચ આઠ માસથી ન મળતા દીકરા દીકરીના લગ્ન પ્રસંગે કે અન્ય ખર્ચ માટે નાણાં ઉપાડવા માંગતા શિક્ષકો છેલ્લી પહોંચ ન હોવાના કારણે પોતાના હક્કના નાણાં ઉપાડી શકતા નથી.
આ ઉપરાંત મોરબી જિલ્લો બની ગયાને ચાર વર્ષ જેટલો સમય ગાળો વીતવા છતાં હજુ સુધી જીપીએફની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયતમાંથી થઈ રહી છે પરિણામે શિક્ષકોને અન્યાય થઈ રહ્યો હોવાનું જણાતાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

- text