મોરબી પાલિકાના ૩૦૦ રોજમદાર કર્મચારીઓની હડતાલ

- text


કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરાતું હોવાની ચોંકાવનારી ફરિયાદ:કાયમી ન કરાય ત્યાં સુધી કામ બંધ

- text

મોરબી:મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા ૩૦૦ જેટલા રોજમદાર કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતરી જતા પાલિકાની કામગીરીને માંઠી અસર પડી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકા કચેરીમાં ૩૦૦ જેટલા કર્મચારીઓ રોજમદાર તરીકે કામગીરી કરે છે એ કર્મચારીઓનું છેલ્લા ઘણા સમયથી શોષણ કરવામાં આવી રહ્યું હોવાથી કંટાળી ગયેલા કર્મચારીઓ દ્વારા હળતાલનો માર્ગ અપનાવી કોન્ટ્રાક્ટરો અને પાલિકા વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
દરમિયાન આજે કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ ચીફ ઓફિસર નીકળી જતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી.
ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના રિજમદાર કર્મચારીઓને મિનિમમ વેજીસના નિયમ કરતા ઓછું વેતન ચૂકવાય છે અને ૨૨૦ રૂપિયા દૈનિક.આ માનપડે તેટલી કલાકો કામ લેવાતું હોવાનું પણ કર્મચારીઓએ જણાવ્યું હતું.
અંતમાં કર્મચારીઓ દ્વારા તેઓને કાયમિબકરવામાં આવશે તો જ કામ પર ચડવાની ચીમકી ઉચ્ચારી હતી.

- text