પોલીસને બાતમી કેમ આપશ કહી માળીયાના કાજરડામાં તલવારના ઘા ઝીકાયા

- text


માળીયા:માળીયાના કાજરડા ગામે રહેતા મુસ્લિમ યુવાનને પોલીસને બાતમી કેમ આપશ કહી તલવારના ઘા ઝીકાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ કાજરડામાં રહેતા મામદઅલી ઉર્ફે મામદ ફતેમામદ કાજેડીયા ઉં. ૩૨ ને જુણસો ઉર્ફે જુસબ અબ્બાસ ભટ્ટી રહે.કાજરડા વાળાએ પોલીસને બાતમી આપે છે તેવો શક વહેમ રાખી ફરીયાદીને પાછળથી આવી માથાના ભાગે બે ઘા તલવારના મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા આ મામલે પો.હેડ કોન્સ પી.જે.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.

- text

- text