જનતાની વેદના જાણવા રાહુલ ગાંધી ટંકારામાં : લોકોમાં ભારે ઉત્તેજના

- text


જામનગરથી રાજકોટ સુધી ગામે-ગામ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત        

ટંકારા:આજે ટંકારા ખાતે કોંગ્રેસના રાષ્ટિૃય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જનતાની વેદના જાણવા અને આગામી ધારાસભાની ચુંટણી અંતર્ગત જાહેરસભા સંબોધવા આવી રહ્યા છે.

રાહુલજી દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણને શીશ ઝુકાવી જામનગર થી વાયા લતીપર થઈને બપોરે બાર વાગ્યે ટંકારા આવી પહોચશે.સૌપ્રથમ ગ્રામિણ જનતાની મુશ્કેલી,વેદના જાણવા પ્રજા,ખેડુતો સાથે સીધો સંવાદ કરશે.અને ત્યાર બાદ જંગી જાહેર સભાને સંબોધશે.

યુવરાજના આગમનથી સૌરાષ્ટૃમા કોંગ્રેસમા નવી ઉર્જા નો સંચાર થયો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.

કાર્યક્રમની સફળતા માટે કોંગ્રેસીજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વાતાવરણ જમાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બપોરે બાર વાગ્યે ટંકારા આવી રહ્યા છે. સતત ભરચકક કાર્યક્રમોની વચ્ચે કોંગીજનોની લાગણીને સ્વિકારી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ટંકારા ખાતે જંગી જાહેર સભા યોજવા વિધીવત સ્વિકૃતિ આપી હતી.

- text

કાયઁક઼મની માહિતી આપતા કોંગે઼સના લલિતભાઈ કગથરા એ જણાવ્યુ હતુ કે, કોંગે઼સના યુવરાજ રાહુલજી દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવી ગુજરાતમા ચુંટણી પ઼ચારના શ્રીગણેશ કરશે. અહિયા તેઑ જામનગર થઈને વાયા લતીપરથી બપોરે બાર વાગ્યે પધારશે.સૌપ઼થમ ગામડાની પ઼જા સાથે તેમની મુશ્કેલી,વેદના જાણવા પ઼જાજનો સાથે સીધો સંવાદ કરશે.બાદમા,રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલ ઉમા કોટનના પટાંગણમા જંગી જાહેરસભાને સંબોધન કરશે.કોંગે઼સના યુવરાજ પ઼થમવાર ટંકારા ખાતે  આવી રહ્યા હોવાથી પંથકમા પ઼જામા પણ અદમ્ય ઉત્સાહ જોવા મળે છે.કોંગે઼સમા પણ નવી ઉજાઁનો સંચાર થયો હોય એવો ઉમંગ તરવરે છે.કાર્યકરો કાર્યક્રમને સફળતા માટે વાદવિવાદ ભુલી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
કોંગે઼સના ભુપત ગોધાણી,,વિનુ કાસુંન્દ્રા,અશોક સંઘાણી, સહિતના ગામડા ખુંદી રહ્યા છે.ટંકારા ના ચોરાહે ચોરાહે મોટા બેનરો સાથે ખુબ પ્રચાર થઈ રહ્યો છે જોકે ભુલથી પ્રિન્ટ મિસ્ટિક ના કારણે પંજો ઉધો ફરકતા આ ફોટા સોશ્યલ મિડીયા મા વાયરલ થતા વિરોધી ને બોલવાની તક મળી હતી

જોકે. ટંકારાની મધ્યે આવેલ મહષિઁ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ,આર્યસમાજ ગુરૂકુળ સહિતની રાહુલજીની મુલાકાત સલામતીના કારણને આગળ ધરી રદ કરવામા આવતા સ્થાનિક પ઼જાજનો મા થોડી નિરાશા જન્મી હતી.
ટંકારા ના કાર્યક્રમો માટે મોટા ગજાના 16 અધિકારી અને 208 પોલિસ જવાનો સતત તૈનાત કર્યા છે સાથે ઝેડ પ્લસ સુરક્ષા માટે સાથે રહેલા કમાન્ડો નો પણ કાફલો ઉતરી આવ્યો છે. રાહુલ ની ઝલક જોવા રીતસર લોકો તલપાપડ બન્યા છે.

- text