હડમતિયામાં વિધ્નહર્તા શ્રી ગણેશજીનું જળ વિસર્જન

- text


“અગલે બરસ તું જલ્દી આ” ના નાદ સાથે દુંદાળા ગણેશ્વરને આંખો ભીની કરીને વિદાય આપી ભક્તો રડી પડ્યા

- text

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામાં જાણે ઉત્સવ એ જ ધર્મ અને ધર્મ એ જ ઉત્સવની સાથે “વિધ્નહર્તા શ્રી ગણેશજીની ધામધુમ પુર્વક ડીજે ના તાલે બે-બે વિસર્જન યાત્રા કાઢવામાં આવી ત્યારે જાણે ઘડીભર તો ગામની અંદર ધરતીકંપ સર્જાયો હોય તેવું વાતાવરણ બની ગયું હતું. સર્વે ગણેશભક્તો ભકિતમાં લીન બનીને અબીલ-ગુલાલના રંગોથી ગલીઅો રંગીન બનાવી દિધી હતી. યુવાનો તથા યુવતીઅો વિધ્નહર્તા ગણેશજી સાથે સેલ્ફી ખેંચી આનંદ માણતા નજરે પડતા હતા. જયારે ભગવાન શ્રી ગણેશજીને “નિર્મલનીર” તળાવના જળમાં પધરાવતા ભાવુક ભક્તોની હરખના આંસુંથી ભીંની જોવા મળી હતી સાથે સાથે ” ગણપતીબાપા મોરીયા” અને “અગલે બરસ તું જલ્દી આ ” નારા લાગાવી ભાવભીની પ્રાર્થના કરી હતી.

- text