માળીયા હોનારતને દોઢ-દોઢ મહિનો વીતવા છતાં અડધો-અડધ લોકો સહાયથી વંચિત : કોંગ્રેસની રજૂઆત

- text


માળીયા શહેર કોંગ્રેસ પ્રમુખની જિલ્લા કલેકટરને ચોંકાવનારી રજુઆત : ભાગેડુ ચીફ ઓફિસરને સસ્પેડ કરવા માંગણી

માળીયા(મી) : મચ્છુ અને બનાસ નદીના પુર હોનારતમાં તબાહ થઈ ગયેલા માળીયા (મી) શહેર અને તાલુકાની જનતાને દોઢ-દોઢ મહિનો વીતવા છતાં હજુ સુધી અડધો-અડધ લોકો સહાયથી વંચિત હોવા ઉપરાંત પાયમાલ થઈ ગયેલા અનેક ગામોના ખેડૂતોને સરકારની ભૂલના કારણે નુકશાની નો સર્વે કરવામાં પણ ઘસીને ના પાડી દેવામાં આવી હોવાનું સત્ય ઉજાગર કરી બેંકની નાગદડાઈ અને પુરની પરિસ્થિતિ બાદ ફરજ પ્રત્યે સદંતર બેદરકાર રહેલા ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવા અંગે મુદ્દાસર રજુઆત કરી મુખ્યમંત્રીને પણ જાણ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાંણામાં તા.17 અને 22 જુલાઈના રોજ મચ્છુ અને બનાસના પાણી ફરી વળવાથી સર્જાયેલી જળ હોનારત બાદ બચાવ રાહત કાર્યને બાદ કરતાં જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય તંત્રવાહકો માળિયાની વેદના સમજી ન શક્તા માળીયા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ જેડાએ જિલ્લા કલેકટર આઈ.કે પટેલને જુદા જુદા નવ મુદ્દે વિસ્તાર પૂર્વક રજુઆત કરી તાકીદે માળીયાના પુરઅસરગ્રસ્ત લોકોને નુકશાનીનું યોગ્ય વળતર મળે તેવી માંગણી ઉઠાવી છે.
રજુઆતમાં જુદા જુદા નવ મુદ્દાને સમાવી જિલ્લા કલેકટરશ્રી ને માળીયાના લોકોની વર્તમાન હાલતથી અવગત કરાવવામાં આવ્યા છે જે અન્વયે હોનારતને આજે દોઢ મહિનો વીતવા છતાં 50 થી 60 ટકા લોકોને કેશ ડોલ્સ ના નાણાં ચુકવવામાં આવ્યા ન હોવાનું જણાવી પૂર્ણ કારણે મોટાભાગના નાગરિકોના આધારકાર્ડ,પાનકાર્ડ,રેશનકાર્ડ,માં યોજનાના કાર્ડ,વાત્સલ્ય યોજનાના કાર્ડ પલળી ગયા અગરતો પુરમાં તણાઈ ગયા હોય તાકીદે સ્થાનિક કક્ષાએ આવા લોકોને અધાર પુરાવા મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા મંગની કરાવામાં આવી હતી.
વધુમાં જળ હોનારત બાદ માળીયા શહેરના મોટાભાગના વિસ્તારના રસ્તાઓ તૂટી ગયા છે અને નગરજનોને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નહોય તેમજ નગરપાલિકાનું રેકર્ડ સંપૂર્ણ નાશ થઈ જવાથી લોકોને જન્મ મરણના દાખલા,આવકના દાખલા કે રહેવાસીના દાખલા મળતા નથી અધૂરામાં પૂરું માળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર લોકોની જરૂરિયાતના સમયે જ હાજ રહેતા નહોય તેંમને ભાગેડુ ગણાવી તાકીદે સસ્પેન્ડ કરી નવા કાર્યદક્ષ ચીફ ઓફિસરની નિમણુંક કરવાં માંગણી ઉઠાવી હતી.
દરમિયાન પુર પર્કોપને કારણે માલિયાના ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ જવાની સાથે જમીનો પણ ધોવાઈ ગઈ છે ત્યારે સરકારી સર્વેમાં ફતેપર,હરિપર,કાજરડા ખીરાઇ અને વિરવાદરકાના અનેક ખેડૂતોને સરકારની ભૂલના કારણે 7/12 ન મળતા ખેડૂતોનો સર્વે કરવામાં તંત્રએ ના પાડી દેતા ખેડૂતોને અન્યાય થયો હોવાનું જણાવ્યું છે.
સૌથી ચોકવનારી રજુઆતમાં ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે માળીયા આવેલા પુર બાદ મોટાભાગના વિદ્યાર્થીઓના નોટબુક ચોપડા તણાઈ ગયા હોય બાળકો હાલ ખાલી હાથે અભ્યાસ કરી રહ્યા છે આ સંજોગોમાં ગરીબ બાળકો માટે ચોપડાની વ્યવસ્થા કરી માળીયા માં મનમાની કરી અનેક નાગરિકોના જનધન યોજનાના ખાતા બંધ કરી દેનાર એસ.બી.આઈ બેંકના મનસ્વી અધિકારીઓને સીધાદોર કરવા માંગ કરી હતી
રજૂઆતના અંતે હાલમાં રોગચાળા સમયે માળીયા રેફરલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રથી અવગત કરવી હોસ્પિટલમાં ડોકટરોની ચારે ચાર જગ્યા ખાલી હોવાથી ડેપ્યુટશનપર આવતા ડૉક્ટરોથી હોસ્પિટલ રામભરોસે ચાલતી હોય કાયમી ડોક્ટરની નિમણુંક કરવા મંગ ઉઠાવી પુર પીડિત માળીયા તાલુકાને સત્વરે વધુમાં વધુ સહાય ચૂકવી આર્થિક,સામાજિક અને શિક્ષણિક પછાત માળીયા તાલુકાને બેઠો કરવા મંગ ઉઠાવી હતી.

- text

- text