મોરબીમાં ઉમિયાસર્કલ પાસેથી રિવોલ્વર સાથે શખ્સ પકડાયો

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે ઉમિયા સર્કલ નજીકથી ગરાસિયા શખ્સને દેશી બનાવટની રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ મોરબી એસઓજીના પીએસઆઇ આર.ટી.વ્યાસની સુચનને પગલે એસઓજી સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉમિયા સર્કલ કેનાલ ચોકડી નજીક સૂરજ પાન પાસેથી ઉમા રેસિડેન્સીમાં રહેતા રવીન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા ઉ.૩૯ને દેશી બનાવટની રિવોલ્વર તથા ૨ જીવતા કારતુસ સાથે ઝડપી લીધેલ હતો.
આ કામગીરી એસઓજીના પીએસઆઇ આર.ટી.વ્યાસ, પોલીસ હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા,કિશોરભાઈ મકવાણા,ફારૂકભાઈ પટેલ,જયપાલસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ એ.પી જાડેજા, પ્રવિણસિંહ ઝાલા, જયસુખભાઈ વાસીયાણી,મયુરધ્વજસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text

- text