સરવડ ગામે કેરડાના ઝાડ ઉપર સાપ ચડતા કુતુહલ સર્જાયુ : ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા

- text


માળિયા મીયાણાના સરવડ ગામે દેરાળાના રસ્તા ઉપર ખેતરોના સેઢે એક તોતિંગ કેરડાનુ ઝાડ આવેલ છે મોટાભાગે કેરડાના ઝાડ ઉપર હજારો ની સંખ્યામાં કાટા હોય છે અને પાંદડા પણ નથી હોતા ફકત કાટાવાળી સળીઓ હોય છે જેના લીધે કોઈ જીવજંતુ કેરડાના ઝાડે આશરો કે તેની ઉપર ભાગ્યે જ જોવા મળે છે અને હાલ શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યા રોડ ઉપર પસાર થતા કોઈ વ્યક્તિના ઘ્યાનમાં કેરડાના ઝાડ ઉપર સાપ નજરે આવતા આ વાત વાયુવેગે પ્રસરી જતા ગામના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને કાટાના લીધે સાપને પણ નિચે ઉતરતા વાર લાગતી હોય તેવુ સ્પષ્ટ પણે દેખાય આવતુ હતુ ત્રણ કલાક સુધી સાપ કેરડાના ઝાડ ઉપર જ રહેતા સ્થળે વાહનોના થપ્પા લાગી જવા પામ્યા હતા ઘટનાને નજરે નિહાળતા ગ્રામજનો તસવીરમાં નજરે પડે છે.

- text