મોરબીમાં પ્લાસ્ટિક જેવા ડુપ્લીકેટ કોબીચથી ભારે કુતુહલ

- text


શાકમાર્કેટમાંથી ખરીદેલ કોબીચ સળગાવતા પ્લાસ્ટિક જેવી ગંધ નીકળી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક પરિવારે શાકમાર્કેટમાંથી ખરીદેલ કોબીચ પ્લાસ્ટિક જેવું નીકળતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.આ કોબીચને કાપી સળગાવામાં આવતા પ્લાસ્ટિકની જેમ સળગતા લોકોમાં ભારે કુતુહલ વચ્ચે આશ્ચર્ય સર્જાયું છે.

- text


જાણવા મળતી વિગતો મુંજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અનુપમ સોસાયટીમાં રહેતા સી.પી.શાહ અને તેમના પત્ની જ્યોતિબેન શાહ છએક દિવસ પહેલા શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા ત્યારે રૂટિન મુજબ કોબીચ ખરીદ કર્યું હતું.અને કોબીચનું શાક કર્યું ન હતું દરમિયાન કોબીચ અંગે મોબાઈલમાં વિડીયો જોઈ આપણે લાવ્યા એ કોબીચ તો નકલી નથી ને તે ચેક કરતા કાપેલું કોબીચ ખેંચવાથી પ્લાસ્ટિકની જેમ લાબું થયું હતું.
બાદમાં શાહ પરિવારે કોબીચને સળગાવવાનો પ્રયાસ કરતા સામાન્ય કોબીચથી તદ્દન વિપરીત આ કોબીચ પ્લાસ્ટિકની જેમ સળગી ઉઠતા આ કોબીચ ડુપ્લીકેટ હોવાની શંકા વધુ દ્રઢ બની હતી.
આ ઘટનાની જાણ આડોશી પાડોશી ને થતા થોડીવારમાં તો વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી અને પ્લાસ્ટિકના કોબીચની ઘટના એ મોરબીવાસીઓમાં ભારે કૌતુક જગાવ્યું હતું.

- text