મોરબી : માર્કેટિંગ યાર્ડ જનરલ મર્ચન્ટ & કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા કલેક્ટરને આવેદન

- text


મોરબી માર્કેટિંગ યાર્ડ જનરલ મર્ચન્ટ & કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા આજ રોજ મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જાણવામાં આવ્યું હતું માર્કેટયાર્ડમાં નીમાયેલા કમીશન એજન્ટ પાસે ખેડૂત દ્વારા કમિશનથી વેચાણ કરવા માટે મોકલવામાં આવતા માલના અત્યાર સુધીના કબાલા બનાવીને ખેડૂતને રકમ ચુકવવામાં આવતી,તેને બદલે જીએસટીના કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત દ્વારા મોકલવામાં આવેલ માલની URD ખરીદી કરીને રીવર્સ ચાર્જ સીસ્ટમની નેટ જીએસટી ભરવાનો થાય છે.તેનો અમે વિરોધ કરીએ છીએ,તેના બદલે વેટ સમયની બિલીંગ સીસ્ટમ રાખી શકાય છે અને તેમાં સરકારને મળવાપાત્ર ટેક્ષની રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર રહેતો નથી. માર્કેટીંગમાં આવતા ખેડૂતના માલની મંજુરી ઉપર ૧૮% જીએસટી ની જોગવાઈ છે તેનાથી ખેડૂતો ઉપર જ બોજો વધશે,જેથી ખેડૂતો વતી અમે વિરોધ નોધાવીએ છીએ અને એક માર્કેટિંગયાર્ડમાંથી બીજા માર્કેટયાર્ડમાં વેચાણ માટે જતા માલ ઉપર જીએસટી ટેક્ષ ભરેલો હોવા છતા તેના પર ફરીથી સપ્લાય ગણીને જે ટેક્ષ લેવાની વાત તે અયોગ્ય છે અને વે બિલનો કાયદો છે તેમાં તપાસનીસ અધિકારી દ્વારા ખરાઈ કઈ રીતે કરી શકાશે તેના વિશેની માહિતી માંગીએ છીએ જેથી કરીને અધિકારીઓ દ્વારા ખેડૂતોની ખોટી કનડગત ન થાય અને આ નવા કાયદાનું અમલીકરણ સરળતાથી થઇ શકે.

- text

- text