મોરબી : બિલ વગરનાં માલનું વેચાણ રોક્વા સિરામિક એસો.દ્વારા હાઇવે ચેકિંગ : ૨૨ ટ્રકોનું ચેકિંગ કરાયું

- text


સિરામિક.એસોનાં બીલ વિના માલ નહીં વેચવાના નિર્ણય-અભિયાનને વેપારીનો ટેકો : જેતે સરકારી વિભાગનાં અધિકારીઓ આવનારાં સમયમાં સઘન ચેકિંગ દ્વારા બીલ વગર માલ વેચનારા પર તવાઈ બોલાવશે

મોરબી સિરામિક એસો. દ્વારા બીલ વગર માલ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં બીલ વગર માલ વેંચનાર સામે દંડની જોગવાઈ પણ કરેલી હતી. જે માટે સિરામિક એસો. દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી હતી. આ કમિટી સપ્લાય ચેકિંગ હાથ ધરવાનું કામ કરશે. જે કામનાં ભાગરૂપે ગત રાત્રી દરમિયાન આ કમિટીનાં સભ્યોએ મોરબી નેશનલ હાઈવે પર રેન્ડમલી ૨૨ ટ્રકોનું ચેકિંગ હાથ ધર્યું હતું.
૧ જુલાઈથી જીએસટી કાયદાના અમલ બાદ સિરામિક એસો. દ્વારા મીટીંગ બોલાવી સર્વાનુમતે ફ્લોરટાઈલ્સ, વોલ ટાઇલ્સ અને વિટરીફાઇડ ટાઇલ્સના તમામ ઉત્પાદકોએ બિલ વગર વેચાણ નહિ કરવાનું નક્કી કરી ગ્રાહકોને કોઈપણ જાતનું કમિશન ન આપવા ઉપરાંત સેમ્પલ ટાઇલ્સના બોક્સ પણ બિલ વગર કારખાના બહાર ન કાઢવા નક્કી કર્યું હતું. આ દરમિયાન કોઈ સિરામિક એકમ દ્વારા બિલ વગર ધંધો તો નથી કરવામાં આવતો ને તેની ચકાસણી કરવા ગઈકાલે રાત્રે સિરામિક એસોસિએશન દ્વારા હાઇ-વે પર રેન્ડમલી ટાઇલ્સ ભરેલી આસરે ૨૨ ગાડીની ચકાસણી કરવામાં આવી હતી જેમા કોઈ જ પ્રકારની ગેરરીતિ જોવા મળેલ ન હોવાનું સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવી કહ્યું હતું કે, સિરામિક એસો.ની ટીમ હવેથી સપ્રાઈઝ ચેકિંગ હાથ ધરશે. આ ઉપરાંત આધાર સૂત્રોથી જાણવા મળેલી માહિતી અનુસાર જેતે સરકારી વિભાગનાં અધિકારીઓ આવનારાં સમયમાં સઘન ચેકિંગ દ્વારા બીલ વગર માલ વેચનારા પર તવાઈ બોલાવશે એવું જાણવા મળેલું છે. સિરામિક.એસોનાં બીલ વિના માલ નહીં વેચવાના અભિયાનને સૌ વેપારીનો ટેકો મળી રહ્યો છે.
આ ચેકિંગની કાર્યવાહીમાં સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેષભાઈ જેતપરીયાની સાથે વિજય પટેલ, મુકેશ કુંડારીયા, પ્રદીપ કાવઠીયા, નરેન્દ્ર પટેલ, જયેશ પટેલ, પરેશભાઇ લેમન, અનિલભાઇ પટેલ, પ્રયાગ પટેલ, વિપુલભાઇ પટેલ અને બીજા અન્ય ૧૨ લોકો સાથે મળી અને કુલ ૨૨ લોકોએ પેટ્રોલીંગ કરી જુદી-જુદી ટ્રકનું ચેકિંગ કર્યું હતું.

- text