મોરબી : ધોરણ 12ની પૂરક પરીક્ષામાં 8 છાત્રો ચોરી કરતા ઝડપાયા

મોરબી : હાલ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે મોરબીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષા દરમિયાન પરીક્ષા ચેકીંગ સ્કોડે 8 છાત્રોને ચોરી કરતા ઝડપી તેમની સામે કાર્યવાહી કરી હતી.

મોરબીની ત્રણ સ્કૂલોમાં આજે બપોરે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પાંચ વિષયોની પૂરક પરીક્ષા લેવાય હતી. જેમાં કુલ નોંધાયેલા 785 છાત્રોમાંથી 655એ પરીક્ષા આપી હતી. જેમાં અંગ્રેજી વિષયમાં 3, તત્ત્વજ્ઞાનમાં 2, વાણિજય વ્યવસ્થા, નામના મૂળ તત્વો અને આંકડા શાસ્ત્ર વિષયમાં એક એક એમ કુલ 8 કોપી કેસ નોંધાયા હતા. સ્થાનિક ચેકિંગ સ્કોડના અધિકારી મુકેશ ચૌહાણ, એચ.બી.રાઠોડ સહિતનાએ ચોરી કરતા છાત્રો સામે કડક કાર્યવાહી કરી હતી.