મોરબી અપડેટ ન્યૂઝ ઈમ્પૅક્ટ : પૂર અસરગ્રસ્તોનાં બેન્કમાં ધડાધડ ખાતા ખુલ્યા

- text


મોરબી અપડેટનાં રીપોર્ટની નોધ કલેકટરે લઈ જરૂરી આદેશ આપ્યા : કામ ચોરી કરનાર કર્મચારીઓને કડક સજા કરવા માંગ ઉઠી

ટંકારા : પત્રકારત્વને ચોથી જાગીર માનવામાં આવે છે. સમાચાર માધ્યમ વડે અશક્યને શક્ય બનાવી શકાય છે અને અન્યાયથી પીડિતને ન્યાય આપી શકાય છે. હાલમાં મોરબી અપડેટ સમાચાર માધ્યમ આવા જ એક ભગીરથ કાર્યનું માધ્યમ બન્યું છે.
બેન્કમાં ખાતા ખોલવાની ના પાડનાર અને પૂર અસરગ્રસ્તના ગરીબ પરિવારોને છલકછલાણૂ કરનારનો અહેવાલ મોરબી અપડેટ પર પ્રસિદ્ધ થયા બાદ ઠાગા થૈયા કરતી બેન્કોનાં અધિકારીથી લઈ દરેક કર્મચારી કામ કરવાના પાટે ચડી ગયા હતા. જેમાં તેઓએ ધડાધડ નવા ખાતા ખુલી પૂર અસરગ્રસ્તોનાં સહાય ચેક વટાવી આપી આપ્યા હતા. આ ઘટનાની ખુદ મોરબી કલેકટર સહિતનાઓએ નોધ લીધી છે.
ગત શનિવારે સવારે ટંકારામા આકાશમાંથી આભ તૂટી પડયું હતું અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી ગરીબ પરિવારોની ધરવખરી પલળીને પાણીમા તણાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સહાય ચેક આપી ચુકવણી કરવામાં આવી હતી. પરંતુ ૯૯ પરીવારમાથી ૫૦ જેટલા પરિવારને જ બેન્ક ખાતા હોય ત્યારે બાકિના ૪૯ પરિવારો સહાય ચેકનુ શુ અથાણું કરે? તો પણ તંત્ર દ્વારા તમામ બેન્કને ખાતા ખોલવા સુચના આપી હતી પરંતુ જરૂરી કામગીરીને નહી કરવાની આદત પડી ગયેલા બેન્ક મેનેજર દ્વારા ગરીબની મશ્કરી કરી આખો દિવસ છલક છલાણૂ ઓલા ધરે ભાણુ જેવો વહેવાર કરવામાં આવતો હતો.
આ સમગ્ર મામલો મોરબી અપડેટમા છપાયા બાદ બેન્ક કર્મચારી જાણે સિધા દોર થઈ ગયા હતા અને ધડાધડ અસરગ્રસ્તના ખાતા ખોલાવી આપ્યા હતા. મોરબી અપડેટનાં આ રીપોર્ટની નોધ કલેકટરે પણ લીધી હતી અને જરૂરી આદેશ આપ્યા હતા ત્યારે હવે કામ ચોરી કરનાર કર્મચારીને કડક સજા કરવામાં આવે તેવી માંગ સર્વત્ર ઉઠી છે⁠⁠.⁠⁠

- text

- text