ટંકારામાં વધુ અડધો ઇંચ વરસાદ

- text


મોરબી જિલ્લા ટંકારા-વાંકાનેરમાં બે દિવસમા સીઝનનો અડધો વરસાદ પડી ગયો

મોરબી : સતત બે દિવસ સુધી ટંકારા તાલુકાને ધમરોળ્યાં બાદ મેઘરાજાએ છેલ્લા ચોવીસ કલાકમાં ટંકારા તાલુકામાં વધુ અડધો ઈંચ પાણી વરસાવ્યું હતું અને ત્રણ દિવસમાં ટંકારા વાંકાનેરમાં સીઝનનો અડધો વરસાદ વરસી ગયો છે.
મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં ટંકારા તાલુકામાં અડધો ઇંચ અને હળવદમાં 3 મીમી વરસાદ નોંધાયો છે.
વધુમાં મોરબી જિલ્લામાં મોસમનો કુલ વરસાદ જોઈએ તો મોરબીમાં 235 મીમી,ટંકામાં 496 મીમી,વાંકાનેરમાં 257 મીમી,હળવદમાં 241 મીમી અને માળીયામાં 177 મીમી વરસાદ નોંધાયો છે.

- text

- text