મોરબી : ત્રાજપરમાં નવી શાળાનું લોકાર્પણ 

મોરબીમાં ત્રાજપર ગામે નવા ખારી વિસ્તારમા નવી શાળાનું લોકપર્ણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૩૫ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. ત્રાજપરના ખારી વિસ્તારમાં બહુ જૂની સ્કુલ હતી,ઓરડા પણ ઓછા હતા. તેથી ત્યાં નવી ૩ માળની સમ્પૂર્ણ સુવિધાની સ્કુલ બનાવવામાં આવી છે. સ્કુલના લોકપર્ણ પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. ક્તીરા, ત્રાજપરના આગેવાનો વિક્રમભાઇ ગોલતર અને અશોકભાઇ વરાણીયાએ હાજરી આપી હતી. આ સાથે સ્કુલમા પ્રવેશોત્સવની પણ ઊજવણી કરવામાં આવી હતી જેમા સ્કુલના તેમજ આંગણવાડીના કુલ ૧૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.